• બાળકો વિના અહીં પ્લાન કરો વેકેશન
  • ફક્ત એડલ્ટ્સ અહીં આવીને વીતાવી શકે છે રજાઓ
  • ગોવા, ઋષિકેશ, કર્ણાટક અને અલ્મોડામાં છે આવી હોટલ્સ

સતત કામ કરતા રહેવાના કારણે તમારી લાઈફ બોરિંગ થઈ જાય તે શક્ય છે. ઓફિસમાં સતત 9-12 કલાક કામ કરનારી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે થોડો સમય ટેન્શનથી દૂર રહે અને એવી જગ્યાએ વેકેશન પર જાય જ્યાં તેને ઓફિસનું કામ ન કરવું પડે. જો તમે આરામથી રજાઓ વીતાવવા ઈચ્છો છો તો તમે ગોવા, ઋષિકેશ, કર્ણાટક અને અલ્મોડાનો પ્લાન કરી શકો છો. ખાસ કરીને સિંગલ લોકો વર્ષમાં એક વાર અહીં આવે છે પરંતુ મેરિડ લોકો માટે આ કામ મુશ્કેલ બને છે, કેમકે તેઓ વેકેશન પર જાય તો બાળકોને સાથે લઈને જવું પડતું હોય છે.

એડલ્ટ્સ વેકેશનનો કરો પ્લાન

માન્યું કે બાળકો ઘણા ક્યૂટ હોય છે અને તમે તેને એકલા છોડતા નથી પણ જરૂરી નથી કે તમે તેને વેકેશનમાં સાથે લઈને જાઓ.તમે બાળકો વિના પણ વેકેશન પ્લાન કરી શકો છો. દુનિયામાં અનેક એવી હોટલ્સ છે જ્યાં ફક્ત એડલ્ટસ જાય છે. અહીં બાળકોના પ્રવેશ પર બૅન છે. ટોપ ટ્રાવેલ ડેસ્ટિનેશન જેવા કે બાલી, જમૈકા, કેલિફોર્નિયા, માલદીવ, હવાઈ, જર્મની, ફ્રાન્સ અને અન્ય દેશોમાં અનેક હોટલ્સ અને રિસોર્ટ છે જ્યાં ફક્ત એડલ્ટસને એન્ટ્રી મળે છે. સારી વાત તો એ છે કે ભારતમાં આ રીતના હોટલ્સ અને રિસોર્ટ છે જ્યાં ફક્ત એડલ્ટ્સ જ રજા વીતાવી શકે છે.


દ પાર્ક બાગા રિવર ગોવા

ગોવાની આ પ્રોપર્ટીમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકોની એન્ટ્રી એલાઉડ નથી. આ પ્રોપર્ટી એ કપલ્સને માટે પરફેક્ટ છે જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા ઈચ્છે છે અને એન્જોય કરવા ઈચ્છે છે. પાર્ક બાગા રિવર ગોવા, બાગા નદીના તટ પર છે.

આનંદા ઈન દ હિમાલાયાસ, ઋષિકેશ

આ રિસોર્ટની પોલિસીના આધારે અહીં 14 વર્ષથી નાની ઉંમરના બાળકોની એન્ટ્રી વર્જિત છે. શાંતિથી રજાઓ વીતાવવા માટે જગ્યાની શોધ કરી રહેલા લોકો માટે આ હોટલ પરફેક્ટ છે. આ પ્રોપર્ટીની સૌથી ખાસ વાત એ છે કે અહીં વધારે શાંતિ છે. અને સાથે તેને મેન્ટેન રાખવા માટે અહીં નાના બાળકોની એન્ટ્રી બૅન છે.

તમારા કુર્ગ, મડિકેરી

હરિયાળીની વચ્ચોવચ તમારા કુર્ગ, નેચરની નજીક છે. અહીં 12 વર્ષથી નાના બાળકોની એન્ટ્રી નથી. એડલ્ટ્સ્ માટે અહીંના જંગલમાં ટ્રેકિંગ, ફોરેટ બાથિંગ અને આઉટડોર ડાઈનિંગની મજા લઈ શકાય છે.

વત્સ્યયાના

હિમાલયન બુટીક રિસોર્ટ, અલ્મોડામાં આવેલું છે. અહીં પણ ફક્ત એડલ્ટ્સને જ એન્ટ્રી મળે છે. આ રિસોર્ટથી તમને પહાડોની સુંદરતાની મજા મળી શકે છે. સાથે અહીંનું વાતાવરણ તમારું દિલ જીતી લેશે. કપલ્સને અહી તમામ પ્રકારની લક્ઝરી પૂરી પાડવામાં આવે છે.  

  • Follow us on: