- પેકેજનું નામ પિંડ દાન પેકેજ
- 6 રાત અને 7 દિવસ માટે પ્લાન કરો ટૂર
- પ્રતિ વ્યક્તિ 23840 રૂપિયા થશે ખર્ચ
IRCTC દર મહિને યાત્રીઓની સુવિધાના આધારે ટૂર પેકેજ બનાવે છે. વરસાદ, ઠંડી કે ગરમી દરેક સીઝનમાં ફરવાનો પ્લાન કરવો હોય તો તમે IRCTCની સાથે પ્લાન કરી શકો છો. તમે જાણો છો તેમ 10 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ શરૂ થઈ રહ્યા છે. અનેક લોકો શ્રાદ્ધમાં પિંડદાન કરવા માટે વારાણસી કે બોધગયા જાય છે. તે લોકોની સુવિધા માટે IRCTCએ આ પેકેજ બનાવ્યું છે. જાણો આ પેકેજમાં કઈ સુવિધાઓ મળશે. ક્યારથી આ ટૂર શરૂ થશે.
કેટલા દિવસ ચાલશે આ ટૂર પેકેજ
IRCTCએ શ્રાદ્ધને ધ્યાનમાં રાખીને આ ટૂર પેકેજ બનાવ્યું છે. પિંડદાન કરનારા માટે સૌથી સારી વાત એ છે કે IRCTCનું આ પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. તેનું નામ 'Pind Daan Package' રાખવામાં આવ્યું છે.
શ્રાદ્ધ પક્ષ માટે સ્પેશ્યલ ટૂર પેકેજ
પિંડદાન પેકેજની યાત્રા 22 સપ્ટેમ્બરથી વારાણસીથી શરૂ થશે. આ ટૂર પર જવા માટે તમારે ટ્રેન નંબર 15232/Gondia-Barauni Expમાં ટિકિટ બુક કરાવવાની રહેશે. પરત આવવા માટે તમે 27 સપ્ટેમ્બર માટે ટ્રેન નંબર -15231માં ટિકિટ બુક કરાવવાની રહેશે. આ યાત્રામાં તમારે એસી 3માં ટ્રાવેલ કરવાનું રહેશે. આ સમયે તમે બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ અને ડિનરની સુવિધા પણ પેકેજમાં મળશે.
Pind Daan Package, IRCTC, shradh, Travel News, varansi, Pitru Paksha
IRCTCના આ પેકેજ માટે કેટલો ખર્ચ થશે
આ પેકેજનું નામ વારાણસી બોધગયા પિંડદાન ટૂર છે. IRCTCએ આ પેકેજની કિંમત એક વ્યક્તિ માટે 23840 રૂપિયા નક્કી કરાઈ છે. આ પેકેજને 2 લોકો ખરીદશે તો આ પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ 18525 રૂપિયા હશે અને 3 લોકોને એક સાથે મુસાફરી કરવી છે તો 17410 રૂપિયા થશે.
IRCTC પેકેજની સુવિધા
આ પેકેજમાં તમને એસી 3 ટિયર કોચમાં લઈ જવામાં આવશે. 2 રાત માટે વારાણસીમાં હોટલ મળશે. આ પછી બોધગયામાં 2 રાત રહેવા માટે હોટલની સુવિધા અપાશે. મુસાફરી સમયે તમને ટ્રેનમાં ભોજન પણ મળશે. સરકાર દ્વારા લગાવાયેલા તમામ ટેક્સ પણ તેમાં સામેલ છે. પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ મળશે. તમને ફેરવવા માટે સાથે IRCTCના ટૂર મેનેજર પણ હાજર રહેશે.