• ગરમીથી રાહત મેળવવા પહોંચી જાઓ લેહ લદ્દાખ
  • આ પેકેજ 16 જૂન 2022થી શરૂ થશે અને 7 જુલાઈ સુધી ચાલશે
  • એકલા મુસાફરી કરી રહ્યા છો તો તમારે 44025 રૂપિયા ભરવાના રહેશે

જો તમે આગઝરતી ગરમીથી રાહત મેળવવા માટે ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમયે મેદાની વિસ્તારોમાં જવાનું ટાળવું હિતાવહ છે. એવામાં તમે IRCTCના પેકેજની મદદ લઈ શકો છો. ઈન્ડિયન રેલ્વે કેટરંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લેહ લદ્દાખનું એક ખાસ પેકેજ લાવ્યા છે. તેમાં તમે હૈદરાબાદથી લેહ લદ્દાખ જઈ શકશો. તો જાણો આ પેકેજની તમામ ડિટેલ્સ.

IRCTCની વેબસાઈટ પર તેની જાણકારી આપવામાં આવી છે. લેહ-લદ્દાખનું આ પેકેજ 16 જૂન 2022થી શરૂ થશે અને 7 જુલાઈ સુધી ચાલશે. આ પેકેજ 6 દિવસ અને 7 રાત સુધી ચાલશે.

ક્યાં ક્યાં ફરી શકશો

IRCTCની તરફથી મળતી માહિતી અનુસાર લેહ લદ્દાખના આ પેકેજમાં તમે લેહ સ્તૂપ અને મઠના દર્શન કરી શકશો. આ સાથે સાંજે વેલીમાં લેહ પેલેસ, શાંતિ સ્તૂપ, ગુરુદ્વારા, નુબ્રા વેલીની મુલાકાત પણ લઈ શકશો. સૌથી ખાસ વાત એ છે તમે વિશ્વ પ્રસિદ્ધ ઝીલ પૈંગાંગ પણ જોઈ શકશો.


પેકેજમાં શું સામેલ છે

આ યાત્રાની શરૂઆત હૈદરાબાદથી થશે અને સાથે તમે ફ્લાઈટથી ઈકોનોમી ક્લાસમાં દિલ્હી જશો. અહીંથી ફ્લાઈટથી તમને લેહ લઈ જવાશે. આ પછી તમે પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા મેળવી શકશો. આ સાથે રાતે રોકાવવા માટે હોટલની સુવિધા પણ તેમાં સામેલ રહેશે. આ પેકેજમાં તમે સાંસ્કૃતિક શોની ઝાંખી પણ માણી શકશો. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓક્સીજન સિલિન્ડર પણ અપાશે. આ સાથે IRCTCના ટૂર મેનેજર પણ હશે. આ સિવાય તમે ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સુવિધા મેળવી શકો છો.

પેકેજ માટે કેટલા રૂપિયા થશે ખર્ચ

- આ પેકેજને માટે તમે એકલા મુસાફરી કરી રહ્યા છો તો તમારે 44025 રૂપિયા ભરવાના રહેશે.

- જો તમે 2 લોકો મુસાફરી કરશો તો 39080 રૂપિયા વ્યક્તિદીઠ ચૂકવવાના રહેશે.

- 3 લોકો જઈ રહ્યા છો તો પ્રતિ વ્યક્તિ તમારે 38470 રૂપિયા ભરવાના રહે છે.

- બાળકો માટે તમારે અલગથી રૂપિયા ભરવાના રહેશે.


  • Follow us on: