• ચોમાસામાં ઘણા લોકો માઉન્ટ આબુની મુલાકાતે જાય છે
  • આબુમાં ઘણા સુંદર ફરવાળાએક સ્થળો છે
  • દરેક ગુજરતીઓ એક વાર તો માઉન્ટ આબુની અચૂક મુલાકાતે જાય છે

ગુજરાતના ફરવાલાયક સ્થળોની વાત કરવામાં આવે તો દરેક ગુજરાતીઓ માઉન્ટ આબુનું નામ તો ના જ ભૂલી શકે. દરેક ગુજરાતીઓ એક વાર તો માઉન્ટ આબુની મુલાકાતે ચોક્કસથી જતા જ હોય છે. માઉન્ટ આબુ વેકેશનના સમયે તો પ્રવાસીઓથી ઘેરાયેલું હોય છે જ પણ ચોમાસાના સમયે પણ ઘણા લોકો માઉન્ટ આબુની મુલાકાતે જતાં હોય છે.

માઉન્ટ આબુમાં આવેલા છે સુંદર અને રમણીય સ્થળો

માઉન્ટ આબુમાં ઘણા બધા સુંદર સ્થળોની તમે મુલાકાત લઈ શકો છો. માઉન્ટ આબુમાં નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ છે. પરંતુ એક જગ્યા એવી છે જેના વિશે ગુજરાતી પ્રવાસીઓ ભાગ્યે જ જાણતા હશે અને તેનું નામ છે ટ્રેવર્સ ટેન્ક.


ક્રોકોડાઇલ પાર્ક

ટ્રેવર્સ ટેન્ક એક ક્રોકોડાઇલ પાર્ક છે. જે માઉન્ટ આબુ સ્ટેશનથી માત્ર 5 કિલોમીટર દૂર છે. ક્રોકોડાઇલ પાર્ક પ્રવાસીઓ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ સ્થળનું નામ એક બ્રિટિશ એન્જિનયરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટ્રેવર નામના એક બ્રિટિશ એન્જિનિયરે આ નેચરપાર્કનું બાંધકામ કર્યું છે. અહીં મગરનાં દર્શન કરવાની સાથે કુદરતી સુંદરતાનો લ્હાવો માણી શકાય છે.


નક્કી લેક

નક્કી ઝીલ (લેક) એક રસિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયો હતો ત્યાં તેને રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજકન્યાના પિતાએ શરત રાખી કે એના નખોથી એક જ રાતમાં ઝીલનું નિર્માણ કરશે તો તેના લગ્ન પોતાની દીકરી સાથે કરશે. નક્કી લેક આજે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. નક્કી લેકમાં શિકારા, પેડલ બોટ, રો બોટ વગેરેની સુવિધા છે. તમે આખી બોટ પણ બુક કરાવી શકો છો. બોટિંગ ચાર્જ રૂ.150થી રૂ.800ની વચ્ચે છે. બોટિંગનો સમય સવારે 9.30 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે.


ગુરુ શિખર

અરવલ્લી પર્વતમાળાનું ઉચ્ચતમ બિંદુ છે. માઉન્ટ આબુ થી 15 કિ.મી. દૂર અરવલ્લી પર્વત શૃંખલાનું સૌથી ઊંચુ શિખર છે. ગુરુ શિખર પર ગુરુ દત્તાત્રય મંદિર સૌથી પ્રાચીન મંદિર છે. અહીંની દિવ્ય મૂર્તિ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે. આ પર્વત પર શિવ મંદિર, મીરા મંદિર અને ચામુંડા મંદિર છે.


દેલવાડા જૈન મંદિર

માઉન્ટ આબુથી લગભગ અઢી કિલોમીટર દૂર સ્થિત છે દેલવાડાના દેરા. આ મંદિર માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. અહીંનું નક્શીકામ અદ્દભુત છે. દેશના મુખ્ય જૈન મંદિરોમાં આ મંદિરની ગણતરી થાય છે. આ સિવાય વિમલ વસાહી મંદિર, લૂના વસાહી, પાર્શ્વનાથ મંદિર અને મહાવીર સ્વામી મંદિર શામેલ છે. આ પાંચ મંદિરોના નામ રાજસ્થાનના ગામના નામ પરથી રાખવામાં આવ્યા છે.


સનસેટ પોઇન્ટ

સનસેટ પોઇન્ટ માઉન્ટ આબુમાં પર્યટકો માટે સાંજે અને સવારે જોવાલાયક કુદરતી સ્થળોમાનું એક છે. અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદયને જોવા માટે આવે છે. વ્યૂ પોઇન્ટ સુધી જવા માટે અંદાજે દોઢ કિલોમીટરનું ચઢાણ છે અહીં તમારે હાથગાડી (200 રુપિયા) અને ઘોડા (રુ.750 રિટર્ન સાથે) ની પણ વ્યવસ્થા છે. માઉન્ટ આબૂથી સનસેટ પોઇન્ટનું અંતર 2.5 કિલોમીટર છે. અહીં ટ્રેકિંગ, પ્રાકૃતિક સુંદરતા, ફોટોગ્રાફી કરી શકાય છે. પહેલા અહીં જવાનો કોઇ ચાર્જ ન હતો પરંતુ હવે એન્ટ્રી ફી 55 રૂપિયા થાય છે. સનસેટ પોઇન્ટ જતા રસ્તામાં ગરમ મેગી, લીંબુ પાણી અને ઘોડેસવારીનો આનંદ લઇ શકાય છે.

  • Follow us on: