• આંદામાન અને નિકોબાર ટાપુ

  • બંગાળની ખાડીમાં છે ટાપુઓનો આ સમૂહ
  • જેમાં 300 થી વધુ ટાપુઓનો સમાવેશ

વરસાદની સિઝન શરૂ થતાં જ લોકો ક્યાંક ફરવા જવાની યોજના બનાવવા લાગે છે. આ સમયમાં જો તમે પણ કોઈ સારી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.

આંદામાન અને નિકોબાર ટાપુ

આંદામાન અને નિકોબાર ટાપુઓનો આ સમૂહ બંગાળની ખાડીમાં આવેલો છે અને તેમાં 300 થી વધુ ટાપુઓનો સમાવેશ થાય છે. પરિવાર અને મિત્રો સાથે મુલાકાત લેવા માટે આ સ્થળ પરફેક્ટ ડેસ્ટિનેશન છે.

ફોટો શૂટ માટે આ બેસ્ટ પ્લેસ

તમે તમારા જીવનસાથી સાથે આંદામાન અને નિકોબાર આવી શકો છો. અહીં તમે વોટર સ્પોર્ટ્સ અને પાણી સંબંધિત દરેક પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો. અહીં તમે કપલ ફોટોશૂટ પણ કરાવી શકો છો. ફોટો શૂટ માટે પણ આ બેસ્ટ પ્લેસ છે. 


રાધાનગર બીચ

રાધાનગર બીચ વિશ્વના સૌથી સુંદર બીચમાંથી એક માનવામાં આવે છે. અહીં તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે સારો સમય વિતાવી શકો છો અને સમુદ્રના મોજાનો આનંદ લઈ શકો છો. ફોટોશૂટ માટે પણ આ એક સારી જગ્યા છે.


પોર્ટ બ્લેર

આ સિવાય તમે પોર્ટ બ્લેર જઈ શકો છો. તે ટાપુ જૂથની રાજધાની છે. અહીં જતાં જ તમને અનેક ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમ જોવા મળશે. અહીં તમને ઘણી વસ્તુઓ વિશે જાણવા મળશે. તમે અહીં તમારી સફરને યાદગાર બનાવી શકો છો.


માઉન્ટ હેરિયેટ

તમે માઉન્ટ હેરિયેટની પણ મુલાકાત લઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ ટાપુ સમૂહનો સૌથી ઉંચો પર્વત છે અને અહીંનો નજારો તમારી સફરને વધુ ખાસ બનાવશે. અહીં પહોંચવા માટે તમારે 16 કિલોમીટર ચડવું પડશે.

રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

તમે આંદામાન પ્રવાસ દરમિયાન રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમને વોટર સ્પોટ્સ સંબંધિત ઘણી પ્રવૃત્તિઓ કરવા મળશે. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે અહીં કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો.

તમારી સફરને યાદગાર બનાવો 

આ સિવાય જો તમારો પ્રવાસ લાંબા સમય માટે છે, તો તમે બરાટાંગ આઇલેન્ડ, લિટલ આંદામાન, સેલ્યુલર જેલ, નીલ આઇલેન્ડ, હેવલોક આઇલેન્ડ વગેરે સ્થળોની મુલાકાત લઇ શકો છો અને તમારી સફરને યાદગાર બનાવી શકો છો.

  • Follow us on: