Troll Mocks Anil Kapoor For His Body Hair his Hilarious Reply To Him
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનિલ કપૂરના શરીરના વાળને લઈને યુઝરે કૉમેન્ટ, તો અભિનેતાએ આપ્યો એવો જવાબ કે…

અનિલ કપૂરના શરીરના વાળને લઈને યુઝરે કૉમેન્ટ, તો અભિનેતાએ આપ્યો એવો જવાબ કે…

 | 1:05 pm IST
  • Share

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર 65 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. જેને કારણે તે હંમેશા ચર્ચાઓમાં રહે છે. બીજી તરફ કેટલાક લોકો અનિલના શરીરના વાળ પર મજાક પણ ખૂબ જ બનાવે છે અને ટ્રોલ કરે છે. તાજેતરમાં જ અરબાઝ ખાનના ટોક શો પિંચમાં અનિલે આ બાબતે ટ્રોલર્સને રમૂજી જવાબ આપ્યો છે.

તાજેતરમાં જ અનિલ કપૂર બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક અરબાઝ ખાનના શોમાં પહોંચ્યા ત્યારે અરબાઝ ખાને અનિલ કપૂરને કેટલાક સોશિયલ મીડિયા રિએક્શન જણાવ્યા અને તેમના વિશે સોશિયલ મીડિયા પર થતા ટ્રોલથી વાકેફ કર્યા. આ શોમાં અરબાઝ ખાન એક સોશિયલ મીડિયા યુઝરની એક કૉમેન્ટ વાંચે છે – કશું પણ ટ્વીટ કરતા પહેલા વિચારો, તમે તમારી વ્યક્તિગત મેસેજિંગ સિસ્ટમ પર નથી. આ અંગે અનિલ કપૂર જવાબ આપે છે, ‘એક જ તો જીવન છે, હવે જો હું આ બધી બાબતોને ગંભીરતાથી લઈશ તો હું કેવી રીતે જીવીશ’.

અરબાઝ ખાને અનિલના શરીરના વાળ પર યુઝર્સ દ્વારા બનાવેલા મીમ્સ પર વાત કરી તો અનિલે કહ્યું- ‘આજે હું મુંડન કરીને આવ્યો છું, તમારા શોમાં. આજકાલ ટ્રાન્સપ્લાન્ટ ઘણું ચાલી રહ્યું છે, જેમને વાળ જોઈએ, લઇ લો…’ તેમનો આ જવાબ ટ્રોલર્સ પર કટાક્ષ હતો, જે અનિલે રમુજી રીત રજૂ કર્યો હતો.

આ શોમાં અનિલ કપૂરે ટ્રોલર્સની બીજી ઘણી વાતો પર જવાબ આપ્યા. એક કૉમેન્ટ એવી હતી કે જ્યાં યુઝરે કહ્યું – બાપ-દીકરીની જોડી પૈસા માટે કશું પણ કરી શકે છે. જેના પર અનિલ કપૂરે જવાબ આપ્યો કે કદાચ એમનો દિવસ ખરાબ હશે કે કોઈ કારણોસર એ દુઃખી હશે, એટલે જ એમને આવી કૉમેન્ટ લખી છે.

બીજી એક કૉમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે જેમની પાસે પૈસા છે, તેઓને શરમ નથી હોતી અને જેમની પાસે શરમ છે, તેમની પાસે પૈસા નથી હોતા. આના પર અનિલ કપૂર કહે છે કે જો તમે કોઈના વિશે નથી જાણતા તો તમારે તેના પર તમારા મંતવ્યો ન આપવા જોઈએ.

એક ટ્રોલરે અનિલ કપૂરને 65 વર્ષની ઉંમરે આટલા ફિટ અને યુવાન દેખાવાનું રહસ્ય પણ પૂછ્યું હતું, જેના પર તે હસ્યા અને કહ્યું કે દર્શકો અમને તેમના પૈસા ખર્ચીને જોવા આવે છે અને જો અમે સારા જ નહિ દેખાઈએ તો કોઈ શા માટે જોશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન