Trump's new rule hikes minimum pay for H-1B medical professionals by 40%
1.6M
1M
1.7M
APPS
  • Home
  • NRI
  • ડોનાલ્ડ ટ્રમ્પના નવા H-1B નિયમો ભારતીય તબીબોને અમેરિકા માર્કેટમાંથી બહાર ફેંકશે

ડોનાલ્ડ ટ્રમ્પના નવા H-1B નિયમો ભારતીય તબીબોને અમેરિકા માર્કેટમાંથી બહાર ફેંકશે

 | 7:20 am IST
  • Share

। નવી દિલ્હી ।

અમેરિકન હોસ્પિટલ્સને હવે H-1B મેડિકલ પ્રોફેશનલ્સને રાખવા જ નહી પોસાય કેમ કે ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B મેડિકલ પ્રોફેશનલ્સ માટેના લઘુતમ પગારધોરણમાં ૪૦ ટકાનો વધારો કર્યો છે અને તેના પરિણામે એચ-૧બી વિઝાધારક ડોક્ટર યુએસ માર્કેટમાંથી ફેંકાઇ જશે અને તેની મોટી અસર ભારતીય ડોક્ટર્સને થશે. નોંધનીય છે કે, એચ-૧બી યોજના હેઠળ ભારત ડોક્ટર્સ માટેના સૌથી મોટા સ્રોતમાંનું એક છે. અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ એચ-૧બી વિઝા ફાળવે છે તેમાં લગભગ બે તૃતિયાંશ ભારતીય વ્યવસાયિકો હોય છે.

કેન્સાસમાં H-1B ડોક્ટરના વેતનમાં ૧૭૭%નો વધારો કરવો પડશે  

નવા નિયમના કારણે અમેરિકાના કેન્સાસમાં એક એચ-૧બી પિડિયાટ્રિશિયનના વેતનમાં ૧૭૭ ટકાનો વધારો કરવો પડશે તથા મિશિગનના ભાગોમાં ૧૫૩ ટકાનો વધારો થશે. જે સ્થળ પાસે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર પાસે પૂરતા આંકડા ઉપલબ્ધ ન હતાં તેમના માટે દરેક કલાકના ૧૦૦ ડોલર્સ અથવા વર્ષે ૨,૦૮,૦૦૦ ડોલર્સનો પગાર આપવાનો આદેશ કર્યો છે. તેનો અર્થ એવો થયો કે જે મેડિકલ રેસિડેન્સને ૫૦,૦૦૦-૭૦,૦૦૦ ચૂકવવામાં આવે છે તે હવે ૨,૦૮,૦૦૦ ચૂકવવા પડશે.

વિવિધ સંગઠનોએ નિયમને કોર્ટમાં પડકાર્યો  

આઠ ઓક્ટોબરે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના ઇન્ટ્રીમ ફાઇનલ રૂલ(આઈએફઆર) મારફત આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાયદો એચ-૧બી કર્મચારીને ચૂકવવામાં આવતા લઘુતમ વેતનમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો કરવાનો આદેશ કરે છે. આ પગલાનો પ્રાથમિક ઉદ્દેશ વિદેશી વ્યવસાયિકોની સંખ્યાને રૃંધીને અમેરિકન નોકરીનું રક્ષણ કરવાનો છે. સોમવારે આ નિર્ણય સામે કેલિર્ફોિનયા કોર્ટમાં વિવિધ સંગઠનો અને કોલેજોએ કેસ પણ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન