Try Methi ladoo Recipe at home for winter season
  • Home
  • Lifestyle
  • સાંધાના દુઃખાવા અને ઠંડીમાં રહેશે લાભદાયી આ લાડુ, બનાવો ઘરે

સાંધાના દુઃખાવા અને ઠંડીમાં રહેશે લાભદાયી આ લાડુ, બનાવો ઘરે

 | 6:30 am IST
  • Share

  • શિયાળામાં લાભદાયી છે મેથી

  • મેથીના લાડુ અનેક સમસ્યામાં છે લાભદાયી

  • સાંધાના દુઃખાવવાથી લઈને ઠંડીમાં આપશે રાહત

 

 
મેથી સ્વાદમાં કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, હૃદય માટે હિતકારી અને ઝાડાને અટકાવનાર છે. તેને દવાની રીતે પણ ખાઇ શકાય છે. મેથીથી વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે શરીરની મેદસ્વિતા પણ નથી રહેતી. હાલમાં જ સંતાનને જન્મ આપનારી માતાને માટે અને સાંધાના દુખાવાની તકલીફમાં આ મેથીના લાડુ મદદ કરે છે. તે સ્વાદિષ્ટ અને ગુણકારી છે. તો આવો જાણીએ મેથીના લાડુ બનાવવાની સરળ રેસિપિ.

 

સામગ્રી

– 150 ગ્રામ મેથીના દાણા
– 300 ગ્રામ ઘઉંનો લોટ
– 500 ગ્રામ ગોળ
– 300 ગ્રામ દેશી ઘી
– 100 ગ્રામ બદામ
– 100 ગ્રામ ગુંદર
– 12 નંગ મરી, ઇલાયચી
– 2 નંગ જાયફળ
– 2 ઇંચ તજ
– 2 નાની ચમચી જીરું
– 2 નાની ચમચી સૂંઠનો પાવડર
– 1/2 લિટર દૂધ

( નોંધ -આ સામગ્રીથી પચાસ મેથીના લાડવા બની શકે છે.)

 

બનાવવાની રીત

મેથીના દાણાને સાફ કરો અને તેને મિક્સરમાં પીસી લો. હવે દૂધને ગરમ કરો અને તેમાં મેથી પાવડર નાંખો. તેને બે ત્રણ કલાક ઢાંકીને રાખો. જ્યારે તે ફૂલીને તૈયાર થાય ત્યારે તેને ખોલો. આ મિશ્રણને ઘીમાં શેકો. જ્યારે આ મિશ્રણ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી શેકો. હવે તેને સતત નીચે સુધી વીસ મિનિટ સુધી હલાવતા રહો. તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને શેકીને પ્લેટમાં કાઢો. હવે ગુંદરના નાના ટુકડા કરો અને તેને પણ શેકો. હવે સાથે જાયફળને વાટી લો અને મરી, ઇલાયચી, તજ, જીરું, સૂંઠ પાવડરને મિક્સરમાં પાવડર બનાવો. એક બાઉલમાં કાઢો. બદામને પણ મિક્સરમાં પીસી લો. હવે તેને કડાઇમાં ઘી ગરમ કરો. ગુંદરને બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પછી તેને કાઢી લો. બચેલા ઘીમાં જરૂર જણાય તો વધારે ઘી ઉમેરીને લોટને શેકો. તેને એક પ્લેટમાં કાઢો.

 

આ રીતે તૈયાર કરો ચાસણી

ગોળની ચાસણી માટે ઘી લો અને સાથે તેમાં ગોળ કડાઇમાં ઉમેરો. ધીમા ગેસ પર તેને મેલ્ટ થવા દો અને પા કપ પાણી ઉમેરો. ગુંદરને વેલણથી પીસી લો. હવે ગુંદર પાવડર જેવો કરકરો થશે. ગોળની ચાસણીને ગાળી લો. તેમાં કચરો હશે તો નીકળી જશે. હવે ચાસણીને કડાઇમાં ઉમેરો અને વધારે ચઢવો. હવે તેને ગેસ પરથી ઉતારી લો. તે થોડી ઠંડી થાય ત્યારે તેમાં બાકીની ચીજો ઉમેરી દો. તેને સારી રીતે હલાવીને મિક્સ કરો. મિશ્રણને ઠંડું થવા દો. તે ઘટ્ટ થાય પછી તેના લાડુ બનાવો. મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કરો અને શિયાળામાં ઠંડીથી બચવા માટે તેનો ઉપયોગ કરો.આ લાડુને તમે લગભગ મહિના સુધી સાચવીને રાખી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો