try these 3 household remedies to remove neck wrinkles
  • Home
  • Fashion & Beauty
  • છોકરીઓ ગરદનની કરચલી દૂર કરવા અજમાવો આ 3 ઘરગથ્થુ ઉપાય

છોકરીઓ ગરદનની કરચલી દૂર કરવા અજમાવો આ 3 ઘરગથ્થુ ઉપાય

 | 4:19 pm IST

છોકરીઓની સુંદરતા માત્ર ચહેરાથી નહીં પરંતુ તેમની ગરદનથી પણ હોય છે. ગરદન સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ આજના સમયમાં પહેલા જ ગરદન પર કરચલીઓ પડવા લાગી છે. સાથે જ તડકાને લઇને ગરદન શ્યામ પણ પડવા લાગે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે તમારી ગરદનને પણ સાફ કરી શકો છો સાથે જ ગરદનને કરચલી ફ્રી રાખી શકો છો. તો આવો જોઇએ કેટલાક સહેલા ઉપાય…

લેમન બ્લીચ

અડધી ચમચી લીંબુના રસમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરી લો. તેને યોગ્ય રીતે ગળા પર લગાવો અને આખી રાત માટે રહેવા દો. સવારે ગરદનને નવશેકા પાણીથી સાફ કરી લો. સતત આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા પણ ગરદનની સુંદરતા માટે બેસ્ટ ઉપાય છે. બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ માટે લગાવી રાખો અને તે બાદ ઠંડા પાણીથી ગરદન ધોઇ લો. તેનાથી તમારી ત્વચા અને તેની પરના હાઇપર પિગ્મેંટેશનને દૂર કરવામાં મદદ મળે છે.

કાકડીનો પેક

કાકડી ન માત્ર ત્વચાને ઠંડક પહોંચાડે છે. પરંતુ સનટેનને પણ દૂર કરવામાં અસરકારક નુસખો છે. કેટલીક વખત કાળઝાળ ગરમીના કારણે તડકો આપણી ત્વચાના સંપર્કમાં આવે છે. જેને કારણે ટેનિંગ નજરે પડે છે. એવામાં કાકડીને ખમણીને તેમા ગુલાબજળ મિક્સ કરો. તે બાદ આ પેકને 10 મિનિટ માટે ગરદન પર લગાવો. તે બાદ ગરદનને સાફ પાણીથી ધોઇ લો.

આ પણ જુઓ : શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યને સુધારે તેવા 5 સુપર ફુડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન