TV Actor Sameer Sharma ends Life in His Flat in Mumbai
  • Home
  • Entertainment
  • Bollywood
  • મુંબઈમાં વધુ એક અભિનેતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

મુંબઈમાં વધુ એક અભિનેતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

 | 1:06 pm IST
  • Share

2020નું વર્ષ ફિલ્મી જગત હોય કે ટીવી જગત, દેશ હોય કે દૂનિયા તમામ માટે ખુબ જ ખરાબ સાબિત થયું છે. તેમાં પણ ફિલ્મી અને ટીવી જગતમાં આ વર્ષ ખુબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. આ જ વર્ષમાં કેટલાક દિગ્ગજ અભિનેતાઓના મોત થયા છે. તો કેટલાક અભિનેતાઓ આત્મહત્યા કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનો કેસ હજુ અસમંજસમાં જ પડ્યો છે ત્યાં આજે વધુ એક અભિનેતાએ આત્મહત્યા કર્યાના સમાચાર મળી રહ્યા છે.

ટીવી એક્ટર સમીર શર્માએ કરી આત્મહત્યા 

જી હાં કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને ટીવી જગતના સિતારાઓની આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. સમાચાર મળ્યા છે કે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેણે મુંબઈમાં કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમીર શર્મા ક્યોંકિં સાસ ભી કભી બહુ થી સીરિયલમાં કામ કરી ચૂક્યો છે.

પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા 

44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાતે મલાડમાં આવેલા નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મલાડ પોલીસના જણાવ્યા અનુસાર સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટમાં ભાડે ઘર લીધું હતું. રાત્રીના સમયે નોકરીના સમયે ચોકીદારે સમીર શર્માના મૃતદેહને લટકતો જોયો હતો.

 

 

આ વીડિયો પણ જૂઓઃ અમદાવાદ અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો