TV actress Aditi Bhatia trapped in America about corona
  • Home
  • Featured
  • ગુજરાતમાં પરિવાર ધરાવતી અભિનેત્રી માતા સાથે ફસાઈ અમેરિકામાં, કહ્યું-સુરક્ષિત નથી લાગતું

ગુજરાતમાં પરિવાર ધરાવતી અભિનેત્રી માતા સાથે ફસાઈ અમેરિકામાં, કહ્યું-સુરક્ષિત નથી લાગતું

 | 10:09 am IST

મળતી માહિતી પ્રમાણે ટીવીની જાણીતી અભિનેત્રી અદિતિ ભાટિયા કોરોનાને કારણે અમેરિકામાં ફસાઈ છે. અદિતીની મમ્મી પણ અમેરિકામાં જ છે અને તેઓનું કહેવું છે કે ત્યાંની સ્થિતિ ચિંતાજનક છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અમેરિકાના લોસ એન્જેલસની એક એક્ટિંગ વર્કશોપ અટેન્ડ કરવા ત્યાં ગઈ હતી અને કોરોનાને કારણે બધું બદલાઈ ગયું. આ વર્કશોપ 5 માર્ચે પુરો થવાનો હતો. આ વર્કશોપ પુરો કરીને હું લોસ એન્જલસના મિત્રોને મળવા માટે ત્યાં જ રોકાઈ હતી.

અદિતીએ આગળ વાત કરી કે, લોકડાઉન પહેલાં મારી મોમ પણ અમેરિકાના ફિલાડેલ્ફિયા મારી આંટીને મળવા ગઈ હતી. તેઓ મને પણ મળવાના હતા પરંતુ તેની પણ ફ્લાઈટ રદ થઈ ગઈ. અમેરિકાની સ્થિતિને કારણે મને અહીં સુરક્ષિત નથી લાગી રહ્યું. અમે બંને અમેરિકામાં જ છે પરંતુ અલગ-અલગ શહેરોમાં છીએ. જોકે, અમે બંને એકદમ સ્વસ્થ છીએ. ઉલ્લેખનીય છે કે, અદિતીની ફેમિલી ગુજરાતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન