TV actress Deepika Singh performed Odissi dance video viral
  • Home
  • Featured
  • વાહ..વાહ..વાહ! ટીવી અભિનેત્રીએ દરિયા કિનારે કર્યો ડાન્સ, જોત-જોતામાં Video વાયુવેગે વાયરલ

વાહ..વાહ..વાહ! ટીવી અભિનેત્રીએ દરિયા કિનારે કર્યો ડાન્સ, જોત-જોતામાં Video વાયુવેગે વાયરલ

 | 12:22 pm IST

દીયા ઓર બાતી હમ ફેમ દીપિકા સિંહનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા સિંહ, આયુષ્માન ખુરાનાના ગીત પર ઓડિયા ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયો દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યોછે. જેમા તેને કેપ્શનમાં લખ્યું છે હેપ્પી Handloom ડેય હેંડલૂમ સાડી ફ્રોમ ઓડિશા ઇમ્પોરિયમ.

આ વાયરલ વીડિયોમાં દીપિકા સાડી પહેરી એકદમ સિંપલ અંદાજમાં દરિયા કિનારે ડાન્સ કરતી જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં તમે આ વીડિયોમાં જોઇ શકો છો કે દરિયાની લહેરો પણ આી રહી છે. તમને જણાવી દઇએ કે દીપિકા, આયુષ્માનની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનનું ગીત ‘મેરે લિયે તુમ કાફી હો’ પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો શેર કરતા જ થોડાક કલાકોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન