tv charu asopa break silence says no one is brainwashing me
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુષ્મિતાના ભાઈ રાજીવ પર પત્ની ચારુનો વળતો પ્રહાર, કહ્યું- હું બધું કહી શકું એમ છું પણ…

સુષ્મિતાના ભાઈ રાજીવ પર પત્ની ચારુનો વળતો પ્રહાર, કહ્યું- હું બધું કહી શકું એમ છું પણ…

 | 7:21 pm IST

સુસ્મિતા સેનના ભાઈ અને ભાભી એટલે કે રાજીવ સેન અને ચારુ આસોપાના જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેમના લગ્નને હાલમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. લગ્નના એક વર્ષમાં જ તેમના સંબંધોમાં તિરાડ પડી છે. સોશિયલ મીડિયા પર ચારુ આસોપાએ બધી તસવીરોને દૂર કરી છે કે જે તેમને રાજીવ સેનની યાદ અપાવે. રાજીવ અને ચારુ એક સાથે રહેતા નથી, ત્યારબાદ બંનેએ એક બીજા પર આક્ષેપો પણ કર્યા છે. હાલમાં રાજીવની પ્રતિક્રિયા બાદ ચારુએ આક્ષેપો અને રાજીવ સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

લગ્નના 1 વર્ષ પછી રાજીવ સેનની પત્ની ચારુ આસોપાએ સંબંધોમાં અણ બનાવના સમાચાર પર વાત કરી હતી. રાજીવ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ચારુએ ખાનગી સમાચાર પત્રને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણીએ પતિ રાજીવ સેનના આક્ષેપો પર વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, કોઈએ મારું બ્રેઈનવોશ નથી કર્યું. ચારુએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ મને બ્રેઈન વોશ કરી રહ્યું નથી. હું મારા પોતાના નિર્ણયો લેવા માટે પૂરતી સમજણ ધરાવું છું. મેં હંમેશાં મારા પોતાના માટે નિર્ણયો લીધા છે. તેણે રાજીવ ઉપર કટાક્ષ કરતાં કહ્યું કે બની શકે કે સોશિયલ મીડિયા હેન્ડલથી અમારી તસવીરોને દૂર કરવા માટે તેને બ્રેઇન વોશ કરવામાં આવ્યો હોય.

ચારુએ વધુમાં કહ્યું હતું કે જો તે વિચારે કે હું સીધી સાદી વ્યક્તિ છું અને આસપાસના લોકોથી પ્રભાવિત થઈ શકું છું તો પછી તેણે મને આ મુશ્કેલ સમયમાં એકલી જીવવા કેમ છોડી દીધી, આ સમયે પરિવાર એકઠા થઈને એકબીજાની સાથે ઉભા રહેવાનો સમય છે. પરંતુ અમારી લગ્નની પહેલી વર્ષગાંઠના થોડા દિવસ પહેલા જ રાજીવ દિલ્હી જવા રવાના થયો.

તેણીએ કહ્યું કે હવે બે મહિના થયા, તે આવું કેમ કરે છે? શંકાનો કોઈ ઇલાજ નથી. અમારા સંબંધોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. એવી ઘણી વસ્તુઓ છે કે જેના વિશે હું વાત કરી શકું છું, પરંતુ હું નથી ઇચ્છતી કે મારું અંગત જીવન જાહેર થાય. હું નથી ઇચ્છતી કે તે કોઈની ગપસપનો ભાગ બને.

રાજીવ અને ચારુએ ગયા વર્ષે 16 જૂને લગ્ન કર્યા હતા. તે જ સમયે, આ લગ્નની બધી ઉજવણી સરળ પણ શાહી રીતે કરવામાં આવી છે. લગ્નના 1 વર્ષ પૂર્ણ થયા બાદ બંનેએ એકબીજાને ન શુભેચ્છા આપી કે ન તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી હતી.

આ વીડિયો પણ જુઓ: ખેડા નરાધામ શિક્ષકનું કાળુ કરતૂત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન