Tweak Team India, out of these 3 star player playing 11
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાને ઝટકો, આ 3 સ્ટાર પ્લેયર પ્લેઈંગ 11થી બહાર

ટીમ ઈન્ડિયાને ઝટકો, આ 3 સ્ટાર પ્લેયર પ્લેઈંગ 11થી બહાર

 | 11:15 am IST
  • Share

  • ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર

  • જય શાહે બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું

  • અન્ય ખેલાડીઓની કિસ્મત ખુલશે

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે સીરીઝની બીજી ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

3 ભારતીય પ્લેયર પ્લેઇંગ 11 થી બહાર

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું છે કે ઇશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઇન્જરીના કારણે મુંબઈ ટેસ્ટની ભારતીય પ્લેઈંગ ઈલેવનથી બહાર થઈગયા છે.

કાનપુર ટેસ્ટમાં ઇજા થઇ

કાનપુર ટેસ્ટના પાંચમાં દિવસે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માના જમણા હાથની નાની આંગળીમાં ઇજા પહોંચી હતી. જેની સારવાર મેડિકલ ટીમ કરી રહી છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ વખતે ડાબા ખભા પર ઇજા થઇ હતી. તેમની સ્કેનિગ કરવામાં આવી ત્યારે ખભામાં સોજો દેખાયો હતો. તેથી તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. અજિંક્ય રહાણે ડાબા હેમ્સટ્રિંગની ઇજાથી પીડિત છે. પાછલી ટેસ્ટના છેલ્લા દિવસે તેમને તકલીફ થઇ હતી.

આ ખેલાડીઓની કિસ્મત ખુલશે

ઈશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે, રવીન્દ્ર જાડેજાને પ્રસિદ્ધ કૃષ્ણા અને અજિંક્ય રહાણેના બદલામાં સૂર્યકુમાર યાદવને તક આપી શકાય છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ,સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ XI

ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસમ (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લેંડેલ (વિકેટકીપર), કાઇલ જેમીસન, રચિન રવીન્દ્ર, એજાજ પટેલ, ટિમ સાઉદી, વિલિયમ સોમરવેલ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો