two-patients-were-found-infected-with-the-omicron-variant
  • Home
  • India
  • ઓમિક્રોન વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી, આ રાજ્યમાં 2 કેસ આવ્યા

ઓમિક્રોન વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી, આ રાજ્યમાં 2 કેસ આવ્યા

 | 4:55 pm IST
  • Share

  • કર્ણાટકમાં 2 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થય

  • 29 દેશોમાં ઓમિક્રોનના કુલ 373 કેસ નોંધાયા

  • ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ 20 વ્યક્તિને ચેપ લગાવી શકે છે

સરકારની તકેદારી છતાં દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે. આ બંને કિસ્સા કર્ણાટકમાં જોવા મળ્યા છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. આરોગ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા 5 ગણો વધુ ખતરનાક છે અને બાકીના કરતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને WHOએ તેને વેરિએન્ટ ઓફ કંસર્નની કેટેગરીમાં રાખ્યો છે. આ વેરિએન્ટથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી.

ઓમિક્રોનથી સંક્રમિત દર્દી અન્ય 20 લોકોને સંક્રમિત કરી શકે છે

દેશના જાણીતા ડૉક્ટર અને મેદાંતા હોસ્પિટલના સ્થાપક ડૉ નરેશ ત્રેહાને આ વેરિઅન્ટની ગંભીરતા વિશે જણાવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિ 18 થી 20 લોકોને પોઝિટિવ બનાવી શકે છે. બીજી તરફ, દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી છે કે છેલ્લા એક મહિનાથી દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે.

આ બે રાજ્યોમાં કોરોનાના કેસ વધુ

તેમણે કહ્યું, હવે માત્ર બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ સક્રિય કેસ છે, જે દેશના કુલ સંક્રમિત કેસના 55 ટકા છે. લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં લગભગ 49 ટકા વસ્તીને કોરોના રસીના બન્ને ડોઝ મળી જવાને કારે કોરોના ચેપની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી શરૂ થતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા માગ

ઓમિક્રોનના સંક્રમણને ભારતમાં ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી અને બધા રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત કેટલાય રાજ્યોએ વિદેશથી આવતા ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો