UAE passport becomes world’s most powerful, allows access to 152 countries
  • Home
  • NRI
  • યુએઈમાં ભારતીય પ્રવાસીઓને મળશે નવી ડિઝાઇન ધરાવતો વધુ સુરક્ષિત પાસપોર્ટ

યુએઈમાં ભારતીય પ્રવાસીઓને મળશે નવી ડિઝાઇન ધરાવતો વધુ સુરક્ષિત પાસપોર્ટ

 | 7:55 am IST
  • Share

  • પાસપોર્ટની ડિઝાઇનમાં સુરક્ષા અને મજબૂતીનો વધુ ખ્યાલ રખાયો છે
  • નવી ડિઝાઇન સાથે નિયમિત પાસપોર્ટ જારી થશે: કોન્સ્યુલેટ
  • સ્ટોક પૂરો થવા સુધી ૬૦ પાનાનો જૂનો પાસપોર્ટ પણ જારી કરવામાં આવશે

સંયુક્ત આરબ અમિરાતમાં ભારતીય પ્રવાસીઓને હવે નવી ડિઝાઇન ધરાવતો ભારતીય પાસપોર્ટ આપવામાં આવશે. તે પાસપોર્ટ પહેલાં કરતાં વધુ સુરક્ષિત વિશેષતા ધરાવતો હશે. અહેવાલમાં જણાવ્યા મુજબ નવા પાસપોર્ટ માટે અરજી કરતાં કે જૂના પાસપોર્ટને રિન્યૂ કરવા માટે અરજી કરતાં હવે નવી ડિઝાઇન ધરાવતો પાસપોર્ટ મળશે. દુબઇ ખાતેના ભારતીય કોન્સ્યુલેટે આ અહેવાલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે નવી ડિઝાઇન સાથે નિયમિત પાસપોર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે સ્ટોક પૂરો થવા સુધી ૬૦ પાનાનો જૂનો પાસપોર્ટ પણ જારી કરવામાં આવશે. નાગરિકોને જારી થતા નિયમિત પાસપોર્ટની નવી ડિઝાઇન ભારતીય મંત્રાલય દ્વારા રજૂ થઇ હતી. અધિકારીએ એમ પણ જણાવ્યું કે પાસપોર્ટ સાથે બુક જારી કરવાનું શરૃ કરી દીધું છે.

એમ્બેડેડ ચિપ સાથે ઇ-પાસપોર્ટ યુએઇમાં હજી પાસપોર્ટ જારી નથી થયો. નવા ભારતીય પાસપોર્ટમાં માત્ર ઔડિઝાઇન અને મજબૂતીને ધ્યાને રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મજબૂતી વધારવામાં આવી છે અને સુરક્ષા પણ વધારવામાં આવી છે. નવી ડિઝાઇનમાં રિવર્સ સ્ટીચિંગનો ઉપયોગ થયો છે. કવરનો રંગ હજી પણ નીલો છે. કવર ઉપર ‘રિપબ્લિક ઓફ ઇન્ડિયા’ પહેલાં કરતાં મોટા અક્ષરે લખાયેલું છે.

પહેલાં કરતાં સુરક્ષિત પાસપોર્ટ । નવી ડિઝાઇનમાં પાસપોર્ટનું પ્રથમ પેજ પહેલાં જેવું નથી. નવા પાસપોર્ટમાં માત્ર ૩૬ પેજ છે અને તમામ પેજ પર પાસપોર્ટ નંબર લખેલો છે. પાસપોર્ટ પર અરજદારની ઘોસ્ટ તસવીર લાગેલી હશે, તેને કારણે છેતરપિંડી અટકશે. પાનાની કિનાર પર ‘આઇએનડી’ લખેલું હશે. પાનાને એક સાથે જોડતાં જ તે વાંચી શકાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો