જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું UAV ક્રેશ, તપાસના આદેશ અપાયા

રાજસ્થાનના જેસલમેરમાં આજે ભારતીય વાયુસેનાનું UAV દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. મળતી માહિતી મુજબ વગડા જેવા વિસ્તારમાં આ ઘટના ઘટવાથી જાનમાલની હાનિ થઈ નથી. આ ઘટના આજે સવારે બડાબાગ પાસે થઈ. આ વિમાન નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન ઘટનાનો શિકાર બન્યું. એવું કહેવાઈ રહ્યું છે કે વાયુસેનાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટનાસ્થળેથી અવશેષો લઈ ગયા છે અને મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
FLASH: Unmanned aerial vehicle (UAV) of the Indian Air Force crashes in Jaisalmer (Rajasthan). Court of enquiry has been ordered.
— ANI (@ANI_news) September 22, 2016
અત્રે જણાવવાનું કે આ પહેલા 2015માં પણ રાજસ્થાનના જૈસલમેરમાં યુએવી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. લગભગ અડધા કલાક બાદ કંટ્રોલ રૂમ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ એરફોર્સે તેની શોધ ચાલુ કરી હતી. એરફોર્સને એક ગામ પાસેથી તે હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન