UIDAI Launch New mAadhaar App
  • Home
  • Featured
  • હવે ઘરે બેઠાં મળશે આધાર સાથે જોડાયેલી 35 સેવાઓ, ફટાફટ ડાઉનલોડ કરી લો આ App

હવે ઘરે બેઠાં મળશે આધાર સાથે જોડાયેલી 35 સેવાઓ, ફટાફટ ડાઉનલોડ કરી લો આ App

 | 5:22 pm IST

હાલનાં સમયમાં કોઈપણ સરકારી યોજનાઓ કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડ ખુબ જ જરૂરી બની ગયું છે. સામાન્ય જનચાને વધારેમાં વધારે સેવાઓ પૂરી પાડતાં આધાર કાર્ડને સંસ્થા UIDAIએ સ્માર્ટફોન માટે આધાર કાર્ડની નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. સાથે UIDAIએ કહ્યું છે કે, જૂની એપને ડિલિટ કરીને આ નવી એપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો.

UIDAIએ ટ્વીટમાં કહ્યું કે, જે લોકોએ આધારની જૂની એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખી છે, તેને અન ઈન્સ્ટોલ કરી દો અને પ્લે સ્ટોરમાંથી નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. આ એપ્લિકેશન એન્ડ્રોઈડની સાથે iOS ઉપર પણ ઉપલબ્ધ છે. સાથે જે કહેવામાં આવ્યું છે કે, આ નવી એપથી લોકોને ખુબ સરળતા પડશે કેમ કે આ એપમાં લોકોને આધાર સંબંધી 35 સેવાઓ મળશે. આ સેવાઓમાં આધાર ડાઉનલોડ કરવું, તેનું સ્ટેટસ ચેક કરવું, આધાર રિપ્રિન્ટ માટે ઓર્ડર કરવો અને આધાર કેન્દ્ર વિશે જાણકારી મેળવવી સહિતની સુવિધાઓ સામેલ છે. એપ મારફતે તમને બાયોમેટ્રિક લોક કે અનલોક કરવાનો ઓપ્શન મળ મળશે.

નવી એપ પર મળશે આ સુવિધાઓઃ

મેઈન સર્વિસ ડેશબોર્ડઃ તેમાં તમને રિપ્રિન્ટ માટે ઓર્ડર, એડ્રેસ બદલવું, ઓફલાઈન KYC ડાઉનલોડ કરવું, QR કોડ સ્કેન કરવો જેવી સુવિધાઓ મળશે.

માય આધાર સેક્શનઃ આ ઓપ્શનમાં તમને આધાર પ્રોફાઈલ માટે પર્સનલાઈઝ્ડ સેક્શન મળશે.

 

આ વીડિયો પણ જુઓઃ

ગુજરાત પોલીસમાં તાકાત હોય તો પકડીને બતાવે નિત્યાનંદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન