ujjwala-raut unknown facts indies first super model
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: દેશની પહેલી સુપરમૉડલ છે ઉજ્જવલા રાઉત, મલાઇકા સાથે કેટ ફાઇટથી રહી ચર્ચામાં

Photos: દેશની પહેલી સુપરમૉડલ છે ઉજ્જવલા રાઉત, મલાઇકા સાથે કેટ ફાઇટથી રહી ચર્ચામાં

 | 2:12 pm IST
  • Share

ખૂબ જ સુંદર અને હોટ મૉડલ ઉજ્જવલા રાઉત આજે તેનો 43 જન્મદિવસ મનાવી રહી છે. ઉજ્જવલાનો જન્મ 11 જૂન 11978 ના રોજ મુંબઇમાં થયો હતો. ઉજ્જવલા તેની બોલ્ડ અને સુંદર સ્ટાઇલથી જાણીતી છે. તે ભારતની પ્રથમ મહિલા સુપરમોડલ્સમાંની એક છે જેણે રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટું નામ કમાવ્યું છે. તેણે ન્યૂયોર્ક અને ફ્રાન્સની ફેશન દુનિયામાં ડંકો વગાડ્યો છે. મુંબઈના દહિસર વિસ્તારમાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલી ઉજ્જવલા પોતાના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે.

એક સમય એવો હતો જ્યારે ઉજ્જવલા અને મલાઈકા એક જ શોમાં સાથે જોવા મળ્યાં હતાં અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અરબાઝના કારણે આ બંને વચ્ચે તકરાર થઇ હતી જોકે તે સમયે અરબાઝ અને મલાઈકા એક બીજાથી અલગ થઈ ગયા હતા, તેમ છતાં, મલાઈકાને ઉજ્જવલા રાઉત ગમતી નહોતી.

ઉજ્જવલા એશિયાના એવા કેટલાક મોડેલોમાંની એક છે, જે પેરિસ અને ન્યૂયોર્કની ફેશન જગતમાં જાણીતી છે અને ઉજ્જવલા રાઉત ભારતની સૌથી સફળ સુપરમોડલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન