UK fines GBP 50 Million to facebook over information breach
  • Home
  • Business
  • ફેસબુક પર 50 મિલિયન પાઉન્ડનો દંડ, જાણો શું છે મામલો

ફેસબુક પર 50 મિલિયન પાઉન્ડનો દંડ, જાણો શું છે મામલો

 | 9:13 pm IST
  • Share

  • ‘કોઈ કંપની કાયદાથી ઉપર નહીં’
  • ફેસબુકે CMAના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો
  • ફેસબુકને નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના

સોશિયલ મીડિયાની જાયન્ટ કંપની ફેસબુક એક વખત ફરીથી ચર્ચામાં છે. યુકે સરકાર તરફથી ફેસબુક પર 50.5 મિલિયન પાઉન્ડનો (અંદાજિત 520 કરોડ રૂપિયા) દંડ ફટકારવામાં આવ્યો છે. ફેસબુક પર આરોપ છે કે, તેણે GIF પ્લેટફોર્મ (GIPHY)ને ખરીદવામાં નિયમોનું પાલન નથી કર્યું. જેના પગલે કંપનીને આ જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.

કોઈ કંપની કાયદાથી ઉપર નહીં
ધી કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથૉરિટી (CMA) તરફથી કહેવામાં આવ્યું છે કે, ફેસબુકે જાણી જોઈને અમારા આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. અનેક વખત ચેતવણી આપવા છતાં ફેસબુકે માંગવામાં આવેલી જરૂરી જાણકારીઓ પૂરી નહતી પાડી. આથી આ દંડ તેના માટે એક ચેતવણી સમાન છે. ફેસબુકને એ મેસેજ આપવામાં આવ્યો છે કે, કોઈ કંપની કાયદાથી ઉપર નથી.

CMA તરફથી ફટકારવામાં આવેલા દંડનો જવાબ આપતા ફેસબુકે કહ્યું કે, અમે CMAના અયોગ્ય નિર્ણયથી અસહમત છીએ. જેમાં ફેસબુકને દંડ ફટકારવામાં આવ્યો છે. અમે CMAના નિર્ણયની સમીક્ષા કરીશું અને અન્ય વિકલ્પો પર વિચાર કરીશું.

જણાવી દઈએ કે, અગાઉ પણ ફેસબુક અનેક પ્રકારના વિવાદોમાં રહી ચૂક્યું છે. તાજેતરમાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે, સોશિયલ મીડિયા કંપની ફેસબુકને નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના બનાવી રહી છે. મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ક 28 ઑક્ટોબરે કંપનીના કનેક્ટ સંમેલનમાં નામની જાહેરાત કરી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો