uk home minister priti patel said hindu word service gives me inspiration
  • Home
  • Featured
  • હિન્દુ શબ્દ ‘સેવા’થી મને કામ કરવાની પ્રેરણા મળે છે: બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ

હિન્દુ શબ્દ ‘સેવા’થી મને કામ કરવાની પ્રેરણા મળે છે: બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ

 | 1:02 pm IST
  • Share

  • બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યુ, હિન્દુ શબ્દ ‘સેવા’થી મને કામ કરવાની પ્રેરણા મળે છે

  • માન્સેચ્ટરમાં ચાલી રહેલા કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં પ્રીતિ પટેલે ભારતીય મૂલ્યો યાદ કર્યા

  • હિન્દુ શબ્દ ‘સેવા’ને કામ કરવાનો ગણાવ્યો પ્રેરણા સ્ત્રોત

ભારતીય મૂલ્યોને યાદ કરી બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ (Priti Patel) ફરી એકવાર ચર્ચામાં છવાયા છે. પ્રીતિ પટેલની એકવાતથી તમામ ભારતીયો ગર્વ અનુભવી રહ્યા છે. પ્રીતિ પટેલે કહ્યું કે તેમને કામ કરવાની પ્રેરણા હિન્દુ શબ્દ ‘સેવા’થી મળે છે. તેમણે આ વાત માન્સેચ્ટરમાં ચાલી રહેલા કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં કરી. પ્રીતિએ જણાવ્યું કે આ પદ પર કામ કરવાની પ્રેરણા હિન્દુ શબ્દ સેવામાંથી મળે છે. જેમાં અન્ય લોકોના હિતોને સર્વોપરી રાખવા પર ભાર મૂકવામાં આવે છે.

સરકાર ગુનાઓ કરી રહેલા સામે કડક પગલા ઉઠાવી રહી છે. સાથે જ રાજમાર્ગો પર પ્રદર્શન કરનારાઓ વિરૂદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મહિલાઓ વિરૂદ્ધ અપરાધ તેમજ માદક પદાર્થના મામલે તપાસ કરી તાત્કાલીક સજા અપાશે.

અમારા મૂલ્યોમાં સમર્પણ અને સંકલ્પ

ગૃહમંત્રી પટેલે વધુમાં કહ્યું કે અમારા મૂલ્યોમાં સ્વયં પહેલા સેવા આવે છે. જેને હિન્દુ શબ્દ ‘સેવા’ દ્વારા ખુબ સારી રીતે પરિભાષિત કરી શકાય છે. જેનો અર્થ થાય છે સેવા, બીજા લોકો પર્ત્યે સમર્પણ અને સંકલ્પ.

કન્ઝર્વેટિવ પાર્ટીનું વાર્ષિક સંમેલન બુધવાર સુધી ચાલશે

બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યું, “કન્ઝર્વેટિવ સરકાર ગુના ઘટાડવા અને રસ્તાઓને સુરક્ષિત બનાવવા માટે કડક નિર્ણયો લઈ રહી છે.” આ ઘોષણાઓ કાર્યકરો દ્વારા રસ્તાઓ અવરોધિત કરવાની તાજેતરની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં જોવા મળે છે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટીનું વાર્ષિક સંમેલન બુધવાર સુધી ચાલુ રહેશે અને પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના ભાષણ સાથે સમાપ્ત થશે.

બ્રિટનમાં ઇંધણ સંકટ અંગે બોરિસ સરકારની આકરી ટીકા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દેશમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. 90 ટકાથી વધુ પેટ્રોલ પંપ સૂના પડ્યા છે. હાલત કાબૂમાં કરવા માટે સરકારે સેના ઉતારવી પડી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો