-
સ્તન કેન્સરમાં શરૂઆતના લક્ષણમાં નિપ્પલ લાલ થાય
-
સ્તનની કોશિકામાં અસામાન્ય અને અનિયંત્રિત વૃદ્ધિ થવા લાગે
-
સ્તનમાંથી લોહી આવે કે તેમાં ગાંઠ બને તો ડોક્ટરનો સંપર્ક કરો
હંમેશા આપણે જોયું છે કે મહિલાઓ પોતાની હેલ્થને લઈને બેજવાબદાર હોય છે. અનેક વાર અનેક ગંભીર સમસ્યાઓ તેને ઘેરી વળે છે. મહિલામાં જોવા મળતું બ્રેસ્ટ કેન્સર એક ખતરનાક બીમારી છે. મહિલાઓને શરૂઆતમાં તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ લાંબા સમય બાદ તેની સારવાર ન કરાય તો મહિલાનું મોત પણ થઈ શકે છે.
શા માટે થાય છે બ્રેસ્ટ કેન્સર
જ્યારે સ્તનની કોશિકામાં અસામાન્ય અને અનિયંત્રિત વૃદ્ધિ થવા લાગે છે. આ કેન્સરનું મોટું કારણ બની શકે છે. કોશિકાઓ ભેગી થઈને ગાંઠનું રૂપ લઈ લે છે. જેને કેન્સર કે ટ્યુમર કહેવામાં આવે છે. મહિલાઓ અનેકવાર લક્ષણોને નજરઅંદાજ કરે છે. જો કોઈ મહિલાના શરીરમાં થતા કેટલાક ફેરફારને અનુભવાય તો તરત જ સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
બ્રેસ્ટ કેન્સરના લક્ષણ
સ્તન કેન્સરમાં શરૂઆતના લક્ષણમાં નિપ્પલ લાલ થવા લાગે છે. જો સ્તનમાંથી લોહી આવે કે તેમાં ગાંઠ બને તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. સાથે સ્તનના કેન્સરમાં બાજુની નીચે એટલે કે કાંખ, ગરદનની નીચેના ભાગમાં ગાંઠ બનવા લાગે છે. તેની સાથે સ્તનમાં દર્દ થવું, સોજો આવવો જેવા લક્ષણ હોઈ શકે છે.
બ્રેસ્ટ કેન્સરના પ્રકાર
ઇન્વેસિવ
ઈન્વેસિવ બ્રેસ્ટ કેન્સરમાં સ્તન ડક્ટ્સ કે ગ્લેંડ્સને શરીરના ભાગમાં ફેલાય છે. તે મિલ્ક ડક્ટ્સમાં વિકસિત થનારું કેન્સર છે.
ઈન્ફ્લેમેટરી
કેન્સરના આ પ્રકારની સારવાર મુશ્કેલ છે. તે શરીરમાં વધારે ઝડપથી ફેલાય છે. તેનાથી મોતનો ખતરો વધે છે.
પેજેટ્સ ડિસિઝ
આ કેન્સર નિપલથી શરૂ થાય છે. તેમાં મહિલામાં ખંજવાળ, દર્દ કે ઈન્ફેક્શન થવા લાગે છે. આ કેન્સર 5 ટકાથી ઓછી મહિલાને થાય છે.
નેશનલ હેલ્થ પોર્ટલના આધારે ભારતમાં મહિલામાં કેન્સરના લગભગ 14 ટકા બ્રેસ્ટ કેન્સરના કેસ મળે છે. બ્રેસ્ટ કેન્સરના વધવાનો ખતરો 30 વર્ષની મહિલામાં વધારે હોય છે. જ્યારે તેનો વધારે ખતરો 50-60 વર્ષની મહિલાઓને રહે છે.