• સાઉથ સ્ટ્રીટ વિસ્તારમાં એકત્ર ભીડ પર કરાયો ગોળીબાર
  • બંદૂકધારીએ ત્રણ લોકોને નિશાન બનાવ્યા,11 લોકો ઘાયલ
  • બાર, રેસ્ટોરન્ટ અને બિઝનેસ માટે સાઉથ સ્ટ્રીટ જાણીતી છે

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.પોલીસ ઇન્સપેક્ટર ડી એફ પેસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એક પોલીસ અધિકારીએ એક સંદિગ્ધ હુમલાખોર પર ગોળી ચલાવી હતી. જો કે હુમલાખોરને આ ગોળી વાગી કે નહીં તે જાણી શકાયું નથી.

પેસે જણાવ્યું છે કે, સાઉથ સ્ટ્રીટ પર અનેક લોકો વીકએન્ડમાં ઉજવણી કરે છે અને તે જ સમયે ગોળીબાર કરવામાં આવે છે. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોની સ્થિતિ અંગે જાણકારી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ બે શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે ઘટના સ્થળે ન જવાની સલાહ આપી હતી. આ પહેલા પોલીસ વિભાગે ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય સાઉથ સ્ટ્રીટ બાર, રેસ્ટોરન્ટ અને બિઝનેસ માટે જાણીતી છે. મોટા ભાગના લોકો સપ્તાહના અંતે ઉજવણી કરવા માટ અહીંયા જ એકત્રિત થાય છે. ગન કલ્ચરને કારણે યુએસમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. છેલ્લા સપ્તાહમાં ગોળીબારની 3 ઘટના બની છે. જેને લઇ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને સામુહિક ગોળીબારની ઘટનાની નિંદા કરી હતી અને બંદુકધારી તેમજ ગન કલ્ચરના કાયદાને વધું કડક બનાવવા કહ્યું હતું.

  • Follow us on: