Uncle thrown nephew from third floor at surat
  • Home
  • Featured
  • સુરત: પ્રેમમાં પાગલ કાકાની કરતૂત, ભત્રીજાઓને ત્રીજા માળેથી નીચે ફેંક્યા

સુરત: પ્રેમમાં પાગલ કાકાની કરતૂત, ભત્રીજાઓને ત્રીજા માળેથી નીચે ફેંક્યા

 | 3:38 pm IST
  • Share

  • નશામાં ધૂત ભાઈને ઠપકો આપવાની અદાવત
  • ભાઈનો બદલો ભત્રીજાઓ સાથે લીધો
  • ભત્રીજાઓને એક પછી એક ત્રીજા માળેથી નીચે ફેંકી દીધા

 

સુરતના પાંડેસરામાં યુવતીના પ્રેમમાં પાગલ કાકાએ પોતાના સગા બે ભત્રીજાઓનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રમાંધ કાકાએ બે માસૂમ ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધા હતા. જો કે સદનસીબે બંને ભત્રીજાનો જીવ બચી ગયો છે અને હાલ તેઓને સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ અંગે પીડિત બાળકોના પિતાના જણાવ્યા મુજબ, તેમણે નશામાં ધૂત ભાઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને બદલો લેવા માટે નાનાભાઈએ તેના બન્ને ભત્રીજાઓને મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. આ માટે કાકાએ ખુદ તેના જ ભત્રીજાઓને એક પછી એક ત્રીજા માળેથી નીચે પટક્યા હતા. આટલું જ નહીં, આ બન્ને બાળકોની હત્યાના પ્રયાસ પાછળ તેના કાકાનું પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે.

હાલ બન્ને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તાત્કાલીક ઑપરેશન કરીને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ પાંડેસરા પોલીસે આ મામલે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો