UP proselytizing case: Proceedings in Vadodara court till 1.30 pm
  • Home
  • Featured
  • UP ધર્માંતરણ અને હવાલાકાંડ કેસ: અડધી રાત્રે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

UP ધર્માંતરણ અને હવાલાકાંડ કેસ: અડધી રાત્રે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

 | 11:32 am IST
  • Share

  • સલાઉદ્દીન-ઉમરના 7 દિવસના અડધી રાત્રે રિમાન્ડ મંજૂર

  • આતંકી પ્રવૃત્તિની શક્યતાને લઇને તપાસ શરૂ

  • પોલીસે કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં દલીલ કરી હતી

વડોદરા ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા કરોડો રૂપિયાના આતંરાજ્ય હવાલા રેકેટમાં યુપી પોલીસ લોખંડી બંદોબસ્ત સાથે સલાઉદ્દીન શેખ તથા મૌલાના ઉમર ગૌતમને વડોદરા લઈ આવી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આરોપીઓની કસ્ટડી મેળવવાના મામલે રાત સુધી કોર્ટમાં પોલીસ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો ચાલી હતી. સરકાર તરફથી પોલીસે બંને આરોપીઓને આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના વ્યક્ત કરી છે, જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું સહિત રિમાન્ડના અન્ય ગ્રાઉન્ડ મૂકીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે રાત્રે દોઢ વાગ્યે બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પોલીસે બંને આરોપીની આતંકી પ્રવૃત્તિ અંગેની શક્યતાને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

યુપીમાં મુકબધીર બાળકોનું ધર્માતરણ કરવાના રેકેટનો યુપી એટીએસએ પર્દાફાશ કરી મૌલાના ઉમર ગૌતમ અને મુફ્તિ કાઝી જહાંગીર કાસમી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં યુપી ઉપરાંત જુદા – જુદા રાજ્યોમાં ધર્મ પરિવર્તનની ગેરકાયદે પ્રવૃતિને વેગ આપવા વડોદરામાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતો સલાઉદ્દીન શેખ કરોડો રૂપિયાનું ફંડીગ આપે છે, તેવી હકિકત સપાટી પર આવી હતી. જે બાદ યુપી એટીએસ દ્વારા સલાઉદ્દીન શેખ (રહે,કૃષ્ણદીપ એપાર્ટમેન્ટ, ફતેગંજ)ની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ વડોદરા એસઓજીએ હવાલાકાંડની તપાસ શરૂ કરી હતી. જેમાં સલાઉદ્દીને રૂ.60 કરોડ હવાલાથી મૌલાના ઉમર ગૌતમ સહિતના તત્વોને ટ્રાન્સફર કર્યા હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે સલાઉદ્દીન શેખ, ધર્માતરણનું રેકેટ ચલાવતાં યુપીના મૌલાના ઉમર ગૌતમ સહિતના મળતિયાઓ વિરુદ્વ ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ કરવા પોલીસ કમિશનરે SITની રચના કરી હતી.

બચાવ પક્ષના વકીલ કહે છે, રિમાન્ડ અરજી માટે પોલીસને બેવાર રિમાઈન્ડર કર્યુ, પોલીસ ન માની

આરોપી સલાઉદ્દીન અને મૌલાના ઉમર તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે, રિમાન્ડ માટેની અરજી કરી શકો છે, તમે રિમાન્ડ અરજી કોર્ટમાં મુક્યા વગર આરોપીઓનો જાપ્તો એસઓજીમાં લઈ જઈ શકશો, તેવું બનવાનુ નથી. આ વાત મેં બેવાર પોલીસ અધિકારીને કહી હતી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો