urfi javed brutally trolled for wearing front open hoodie dress
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઉર્ફીના કપડાંને જોઈ યુઝરે કહ્યું ‘અચાનક એક હવાનું ઝોંકુ આવે…’

ઉર્ફીના કપડાંને જોઈ યુઝરે કહ્યું ‘અચાનક એક હવાનું ઝોંકુ આવે…’

 | 12:16 pm IST
  • Share

  • ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ છે એકદમ બોલ્ડ

  • પોતાના બોલ્ડ અવતારને કરતી રહે છે સોશિયલ મીડિયા પર શેર

‘બિગ બોસ OTT’ સ્પર્ધક ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંગ સેન્સને કારણે અવારનવાર લાઇમલાઇટમાં રહે છે. ઉર્ફી પોતાની ડ્રેસિંગ સેન્સથી ચાહકોને ચોંકાવી રહી છે. ઘણી વખત તો ચાહકોને ઉર્ફીની ડ્રેસિંગ સેન્સ જોઇને ખબર જ નથી પડતી કે તેને શું પહેર્યું છે. તેના ચાહકો પણ તેનો ડ્રેસ અને લુક જોઈને તેને ટ્રોલ કરવા લાગે છે. ત્યારે ફરી એક વખત ઉર્ફીએ તેના બોલ્ડ અવતારનો વીડિયોથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.

ઉર્ફી જાવેદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યો છે. ફરી એકવાર ઉર્ફીના આ બોલ્ડ વીડિયોમાં તેનો લુક જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ ફુલ ફ્રન્ટ ઓપન વન પીસ હૂડી ડ્રેસમાં ચાલતી દેખાઈ રહી છે. આ દરમિયાન તેનો સ્વેગ હંમેશાની જેમ જોવા લાયક છે. ઘણા ચાહકો વીડિયોમાં ઉર્ફીનો આ લુક પસંદ કરી રહ્યા છે. જયારે ઘણા યુઝર્સને અભિનેત્રીની બોલ્ડનેસને પસંદ આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફીને આ લુક માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘ક્યારેક અમને લાગે છે કે તમે છોકરી નથી, તમે ભગવાનની ભેટ છો.’ તો એક યુઝરે લખ્યું, ‘ડ્રેસિંગ સેન્સ આખી દુનિયામાં સૌથી અલગ છે.’ એકે લખ્યું, ‘રાખી સાવંત 2’. એકે લખ્યું, ‘અચાનક એક હવાનું ઝોંકુ…’

જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્ફી જાવેદ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ઉર્ફી જાવેદે જે ટોપ પહેર્યું હતું તે સંપૂર્ણપણે પારદર્શક હતું. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના હોશ પણ ઉડી ગયા છે. ઉર્ફી જાવેદે બ્લેક નેટ ટોપ પહેર્યું હતું. આ સાથે તેણે બ્લેક પેન્ટ પહેર્યું હતું. ઉર્ફીના પારદર્શક ટોપમાં આગળના ભાગમાં માત્ર રીબીન જેટલું પાતળું કપડું હતું. ઉર્ફીનો આ બોલ્ડ લુક જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનો પણ પરસેવો છૂટી ગયો છે. જો કે આ લુક માટે ઉર્ફી જાવેદ ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો