Urvashi Rautela Spotted On Road With Price Tag On Her Dress
  • Home
  • Entertainment
  • Bollywood
  • રસ્તા પર પોઝ આપતી વખતે કેમેરામાં કેદ થઈ ઉર્વશી રૌતેલાની આઉચ મોમેન્ટ

રસ્તા પર પોઝ આપતી વખતે કેમેરામાં કેદ થઈ ઉર્વશી રૌતેલાની આઉચ મોમેન્ટ

 | 3:04 pm IST
  • Share

  • ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

  • ઘણીવાર તેને લૂક માટે થવું પડે છે ટ્રોલ

  • જલ્દી જ કરવાની છે તમિલ ડેબ્યુ

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા પોતાની ડ્રેસિંગ સેન્સ માટે ચર્ચાઓમાં રહેતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઉર્વશી લગભગ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેના દરેક લૂકને ખૂબ પસંદ કરે છે, પરંતુ કેટલીકવાર તેને તેના લૂકને કારણે ટ્રોલ થવું પડે છે. ત્યારે હવે ફરી એકવાર ઉર્વશી પોતાની એક તસવીરને લઈને ચર્ચામાં આવી છે.

ઉર્વશી રૌતેલા થઇ આઉચ મોમેન્ટનો શિકાર

ઉર્વશી રૌતેલા તાજેતરમાં જુહુમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો લૂક હંમેશાની જેમ ચાહકોમાં ભારે ચર્ચામાં રહ્યો. ઉપરથી નીચે સુધી, તે એકદમ પરફેક્ટ દેખાતી હતી. તેની હેરસ્ટાઇલથી લઈને તેનું ડ્રેસિંગ જોરદાર હતું. પણ તેના લુકમાં એક ભૂલ રહી ગઈ હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ. વાસ્તવમાં, ઉર્વશીએ આ સમય દરમિયાન જે પ્રિન્ટેડ ટોપ પહેર્યું હતું તેના પર પ્રાઈઝ ટેગ લટકતું હતું. ઉર્વશીની આ આઉચ મોમેન્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ મોટા બજેટની તમિલ ફિલ્મથી તમિલ ડેબ્યુ કરશે. તેની ફિલ્મ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ છે, જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને IITian ની ભૂમિકા ભજવશે. આ સિવાય તે એક થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝ’માં દેખાવા જઈ રહી છે. ઉર્વશી ‘થિરુતુ પાયલે 2’ની હિન્દી રિમેકમાં પણ કામ કરી રહી છે. ઉર્વશી વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડા સામે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ વેબ સિરીઝ સુપર કોપ અવિનાશ મિશ્રા અને પૂનમ મિશ્રાની સાચી વાર્તા પર આધારિત બાયોપિક છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો