US helped doctor Afridi Hunger strike in Pakistan Jail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લાદેનને મારવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉક્ટર પાકિસ્તાનની જેલમાં, અમેરિકા પણ મૌન

લાદેનને મારવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉક્ટર પાકિસ્તાનની જેલમાં, અમેરિકા પણ મૌન

 | 6:10 pm IST
  • Share

ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવામાં અમેરિકાની મદદ કરનાર ડૉક્ટર અફરીદી પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની જેલમાં બંધ છે. ડૉક્ટર અફરીદીએ હવે જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. અફરીદીના નકલી ટીકાકરણ કાર્યક્રમથધી અમેરિકાને 2011માં લાદેનને મારવામાં સફળતા મળી હતી. આ પછીથી જ શકીલ જેલમાં છે.

અફરીદીના ભાઇ જમીલ અફરીદીએ જેલમાં અફરીદીને મળ્યા બાદ જણાવ્યું કે, શકીલ પોતોના અને પરિવાર સાથે થઇ રહેલા અન્યાય અને અમાનવીય વર્તનનો વિરોધ કરી રહ્યા છે. અફરીદીના વકીલ કમર નદીમે પણ ભૂખ હડતાળની પુષ્ટી કરી છે. આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાના દોષી ઠેરવી મેં 2012માં અફરીદીને 33 વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ગણા અમેરિકાના સાંસદોનું માનવું છે કે, અફરીદીએ લાદેનને મારવામાં મદદ કરી હતી. તેનાથી બદલો લેવા માટે આતંકવાદીઓ સાથે તેનો સંબંધનો આરોપ લગાવી તેને આ સજા આપવામાં આવી છે.

વર્ષ 2011માં લાદેનની હત્યા પાકિસ્તાન અને વિશેષ રૂપે તેની સેના માટે શરમજનક કારણ બન્યું. વર્ષો સુધી અફરીદીને તેના વકીલથી મળવાની પરવાનગી આપવામાં આવી ન હતી. તેમના પરિવારજનોએ પણ વર્ષો સુધી અધિકારીઓ દ્વારા નિશાના બનાવતા અને પરેશાન કરવાની ફરિયાદ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલી દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાનને અફરીદીને છોડવા માટે કહેવામાં આવશે. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આ અંગે મૌન ધારણ કરી લીધુ. ટ્રમ્પના આ નિવેદને પાકિસ્તાનમાં હાહાકાર મચાવી દીધો હતો.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં મહિલા કોંગ્રેસના મોંઘવારીને લઈ વિરોધ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો