us parent wants marry own child files lawsuit for permission
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હળાહળ કળિયુગ: આ જગ્યાએ માતા-પિતાએ પોતાના જ બાળકો સાથે લગ્ન કરવાની કરી અરજી

હળાહળ કળિયુગ: આ જગ્યાએ માતા-પિતાએ પોતાના જ બાળકો સાથે લગ્ન કરવાની કરી અરજી

 | 4:47 pm IST
  • Share

અમેરિકાના ન્યુ યોર્કમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક માતાપિતાએ પુખ્ત વયના બાળક સાથે લગ્ન માટે કાયદેસર રીતે અરજી કરી છે અને તેને ‘વ્યક્તિગત સ્વાયતતા’ નો મામલો ગણાવ્યો છે. આ સાથે માતાપિતા એવું પણ ઈચ્છે છે કે આ માટે એક કાયદો બનાવવો જોઈએ જેથી આ પ્રથામાં કોઈ અવરોધ ના આવે.

ન્યુ યોર્ક પોસ્ટે એક અહેવાલમાં જણાવ્યું છે કે માતાપિતાએ તેમના આ અનોખા આવેદનને સમજાવતાં કહ્યું કે “લગ્નના કાયમી બંધન દ્વારા બે વ્યક્તિઓ ભલે તેમના ગમે તે સંબંધો તે લોકો ભાવના, આત્મીયતા અને આધ્યાત્મિકતાના ઉચ્ચતમ શિખરને પ્રાપ્ત કરી શકે છે.

અદાલતમાં દાખલ કરવામાં આવેલ આવેદનમાં લિંગ, ઉમર, વતન અથવા તેમના સંબંધોના પ્રકાર વિશે ભાગ્યે જ કોઈ વિગતો આપવામાં આવી છે. આ ‘વ્યક્તિગત સ્વાયતતા’ પાછળનું કારણ સમજાવતાં માતા-પિતાએ કહ્યું કે આ અરજી સમાજનાં મોટા વર્ગ માટે ‘નૈતિક, સામાજિક અને જૈવિક સ્વરૂપની વિરુદ્ધ’ છે.

આ આવેદનમાં સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે પતિ પત્ની પુખ્ત વયના છે અને સાથે તેણે એ પણ શેર કર્યું છે કે તેમના વચ્ચે માતાપિતા અને બાળકનો સંબંધ છે. જો કે મૈનહટ્ટનના આ પરિવાર અને મેટ્રિમોનિયલ લો એટર્ની એરિક રુબેલનું કહેવું છે કે આ ક્યારેય શક્ય નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન