us president joe biden beloved German shepherd dog champ died
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાઇડેન પરિવાર પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, ચૂંટણી પ્રચારમાં ભાગ લેનાર આ સાથીએ કહ્યુ અલવિદા

બાઇડેન પરિવાર પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, ચૂંટણી પ્રચારમાં ભાગ લેનાર આ સાથીએ કહ્યુ અલવિદા

 | 1:06 pm IST
  • Share

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના શ્વાન ‘ચેમ્પ’નું અવસાન થયું છે. જર્મન શેફર્ડ જાતિનો આ શ્વાન 13 વર્ષનો હતો. બાઇડેન અને તેની પત્ની ઝીલે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું છે કે તે 13 વર્ષથી અમારો સૌથી પ્રિય સાથી હતો. આખો બીડેન પરિવાર તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. 2008 માં બાઇડેન ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે જ ચેમ્પ આ પરિવારનો ભાગ બન્યો. ઉંમરને કારણે ચેમ્પની તબિયત લથડી જેના કારણે શનિવારે બાઇડેનના નિવાસ સ્થાને તેનું મોત નીપજ્યું હતું.
સુખ દુ:ખનો સાથી હતો

રાષ્ટ્રપતિ જો બાઇડેનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરેલા એક નિવેદનમાં, તેઓ અને તેમની પત્ની ઝીલ બિડેને કહ્યું છે કે, ’13 વર્ષથી અમારા દરેકનો મનપસંદ સાથી હતો અને આખો બાઇડેન પરિવાર તેને ખૂબ જ ચાહતો હતો તે અમારી આનંદની અદ્ભુત ક્ષણો અને અમારા ઉદાસી દિવસોમાં અમારી સાથે હતો . ચેમ્પના મૃત્યુ પછી, જર્મન શેફર્ડ જાતિનો શ્વાન ‘મેજર’ હવે બચ્યો છે મેજર હાલ 3 વર્ષનો છે.

જીત પર પત્નીએ ગિફ્ટમાં આપ્યો હતો

મીડિયા રીપોર્ટ અનુસાર, જો બાઇડેનને 2008 ની ચૂંટણીમાં તેમની જીત બાદ તેની પત્નીએ ચેમ્પને ભેટ આપ્યો હતો. ચેમ્પ ત્યારે એક મહિનાનો હતો. આ ચૂંટણીમાં બરાક ઓબામા રાષ્ટ્રપતિ તરીકે અને જો બાઇડેન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી 2021 માં બાઇડેનના બંને શ્વાન પણ ચૂંટણી પ્રચાર માટેની જાહેરાતોનો ભાગ રહ્યા છે. ચૂંટણી જીત્યા બાદ વ્હાઇટ હાઉસ ખાતે બાઇડેન પરિવાર સાથે તેમના પ્રિય સભ્યો અહીં રહેતા હતા.

બાઇડેનનો શ્વાન પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ખાસ કરીને જર્મન શેફર્ડ જાતિના શ્વાન બાઇડેનને ખુબ પ્રિય છે. એક ઇન્ટરવ્યુમાં બાઇડેને કહ્યુ હતુ કે બચપનમાં મારી પાસે આ નસ્લના જ શ્વાન હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો