US President will address the nation tonight on the issue of Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન આજે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરશે

અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન આજે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરશે

 | 9:46 pm IST
  • Share

અફઘાનિસ્તાન હવે તાલિબાનના કબજામાં છે. રાષ્ટ્રપતિ અશરફ ગની પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયા છે. પરંતુ અહીં ફસાયેલા સામાન્ય લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સોમવારે કાબુલ એરપોર્ટ પર નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ આજે દેશને સંબોધન કરશે.

UNSCની ઈમરજન્સી બેઠક ચાલુ

તો બીજી તરફ અફઘાનિસ્તાન પર UNSCની ઈમરજન્સી બેઠક ચાલુ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાલિબાનને સંયમ રાખવાની વિનંતી કરી છે. આ સાથે, અન્ય પક્ષોને પણ સંયમ રાખવાનું કહેવામાં આવ્યું છે. એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે એ સુનિશ્ચિત કરવા માટે એક થવું જોઈએ કે અફઘાનિસ્તાન ફરી એક વખત આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત સ્થળ ન બને.

ભારતીય વિમાન ભારતીયોને લઈને કાબુલથી પરત ફર્યું

ભારતીય સેનાનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર ભારતીયોને લઈને કાબુલથી પરત ફર્યું છે. 46 નાગરિકોને વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે. અત્યારે ત્યાં લગભગ 400 લોકો છે, તેમને પણ એરલિફ્ટ કરવામાં આવશે.

કાબુલમાં ઝડપથી બદલાઈ રહી છે પરિસ્થિતિ: વિદેશ મંત્રાલય

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. અહીં વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે. અમે આના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. કાબુલ એરપોર્ટ પરથી વાણિજ્યિક કામગીરી આજે સ્થગિત કરવામાં આવી છે. અમે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ. મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે જે પણ અફઘાનિસ્તાનથી ભારત આવવા માંગે છે, અમે તેમને લાવીશું. અમે હિન્દુ અને શીખ સમુદાયના લોકોના સંપર્કમાં છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો