US says will take strong actions if Russia invades Ukraine
  • Home
  • Top News
  • જો આ યુદ્ધમાં અમેરિકા પડશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે

જો આ યુદ્ધમાં અમેરિકા પડશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે

 | 6:58 pm IST
  • Share

  • યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ

  • રશિયાએ સરહદ પર સૈનિકો તૈનાત કર્યા

  • જો યુદ્ધ થશે તો અમેરિકા યુક્રેનને સમર્થન આપશે

યુક્રેન અને રશિયા વચ્ચે વધતો તણાવ યુદ્ધમાં પરિણામવાની શક્યતા પ્રબળ બની ગઈ છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જો તે તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કરશે તો તેના પરિણામ ભયાનક આવશે. અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે હુમલાની સ્થિતિમાં તેની પાસે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. હવે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય અને અમેરિકા તેમાં કૂદશે તો બે દેશોનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

આવતા વર્ષે ખતરનાક બનશે સ્થિતિ!

યુક્રેને શુક્રવારે દાવો કર્યો હતો કે રશિયાએ સરહદ પર 94,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં સૈનિકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આના પર વ્હાઇટ હાઉસ દ્વારા રશિયા વિરુદ્ધ કાર્યવાહીનું નિવેદન આપવામાં આવ્યું છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે જણાવ્યું હતું કે ‘સરહદ નજીક અને ક્રીમિયામાં રશિયન સૈનિકોની સંખ્યા 94,300 હોવાનો અંદાજ છે. અમારી ગુપ્તચર એજન્સીઓના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે રશિયા મોટા પાયે સૈનિકો તૈનાત કરી શકે છે. આવતા વર્ષ સુધીમાં સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.’

અમેરિકાની સરકાર હસ્તક્ષેપ કરશે

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ શુક્રવારે કહ્યું હતું કે જો રશિયા તરફથી યુક્રેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ તો અમેરિકાની સરકાર આમાં હસ્તક્ષેપ કરશે. સાકીએ વધુમાં કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાડોશી દેશ પર હુમલો કરવા માટે આવા પગલા લઈ રહ્યા છે. એટલે અમે એ વિસ્તારોમાં સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માંગીએ છીએ.

જણાવી દઈએ કે યુક્રેનના પશ્ચિમી સહયોગી રશિયા પર યુક્રેનના અલગાવવાદીઓને હથિયારો સપ્લાય કરવાનો આરોપ છે. યુક્રેનનું કહેવું છે કે આ જ અલગાવવાદી જૂથોએ 2014માં રશિયાને ક્રીમિયા પર કબજો કરવામાં મદદ કરી હતી. જોકે, રશિયા હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે.

NATOને કર્યો આ આગ્રહ

અગાઉ બુધવારે, યુક્રેને સંભવિત હુમલાને ટાળવા માટે NATOને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે તેઓ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓને ઉકેલ શોધવા આગ્રહ કરશે.

NATOના વિદેશ પ્રધાનોની મંગળવારથી લાતવિયન રાજધાની રીગામાં બેઠક ચાલી રહી છે, જેમાં યુક્રેનિયન સરહદ પર રશિયાના તાજેતરના સૈન્ય નિર્માણ પર પ્રતિક્રિયા આપવા અને શીત યુદ્ધ પછી પેદા થયેલી સૌથી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવા માટેના ઉપાયો પર ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો