અમેરિકી સૈનિકો પર ઝિકા વાયરસનો હુમલો, અનેક બન્યા ભોગ - Sandesh
  • Home
  • World
  • અમેરિકી સૈનિકો પર ઝિકા વાયરસનો હુમલો, અનેક બન્યા ભોગ

અમેરિકી સૈનિકો પર ઝિકા વાયરસનો હુમલો, અનેક બન્યા ભોગ

 | 12:50 pm IST
  • Share

અમેરિકાએ અનેક દેશોમાં તેની સેના મોકલી છે. આ પૈકી કેટલાક દેશી ઝિકા વાયરસપીડિત પણ છે. અમેરિકાના વિવિધ દેશોમાં તૈનાત 33 સૈનિકો આ વાયરસની ઝપટમાં આવ્યા છે. તેમાં એક સગર્ભા મહિલા સૈનિકનો પણ સમાવેશ થાય છે. પેન્ટાગોનના પ્રવક્તાએ આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે.

પેન્ટાગોનના પ્રવક્તા મેજર બેન સકરિસને જણાવ્યું હતું કે ઝિકા વાયરસનો ભોગ બનેલા અમેરિકી સૈનિકોમાં એક સગર્ભા મહિલા સૈનિકનો પણ સમાવેશ થાય છે.

સકરિસને જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે કુલ કેટલા અમેરિકી સૈનિકો આ વાયરસનો ભોગ બન્યા છે અને કેટલા સૈનિકો અમેરિકા પાછા ફર્યા છે.

ઝિકા વાયરસે અનેક દેશોને તેની ઝપટમાં લીધા છે. હવે આ વાયરસ વૈશ્વિક જોખમ બન્યું છે. ફક્ત બ્રાઝિલમાં જ 15 લોકો ઝિકા વાયરસપીડિત છે. આ બાબત પરથી ખ્યાલ આવશે કે આ વાયરસ કેટલો ખતરનાક છે.

ઝિકા એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસ એડીસ, એઝિપ્ટી અને અન્ય મચ્છરોથી ફેલાય છે. તેનાથી ચિકનગુનિયા અને ડેંગુ પણ થવાનું જોખમ રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો