પાક. સેના માટે દુખના દિવસો, USએ 30 કરોડ ડોલરની સહાય અટકાવી - Sandesh
  • Home
  • World
  • પાક. સેના માટે દુખના દિવસો, USએ 30 કરોડ ડોલરની સહાય અટકાવી

પાક. સેના માટે દુખના દિવસો, USએ 30 કરોડ ડોલરની સહાય અટકાવી

 | 1:29 pm IST
  • Share

અમેરિકાએ પાકિસ્તાનને અપાતી 30 કરોડ ડોલરની સૈન્ય સહાય અટકાવી છે. કારણ કે અમેરિકાના સરંક્ષણપ્રધાન એશ્ટન કાર્ટરે પાકિસ્તાન ખૂંખાર આતંકી સંગઠન હક્કાની નેટવર્ક સામે પૂરતા પ્રમાણમાં કાર્યવાહી કરી રહ્યું છે તેવું પ્રમાણપત્ર કોંગ્રેસને આપવાનો ઈનકાર કર્યો છે.

કોંગ્રેસને પ્રમાણપત્ર ન અપાતા પેન્ટાગોને અલાયન્સ આસિસ્ટન્સ ફંડમાંથી પાકિસ્તાનને અપાતી 30 કરોડ ડોલરની સૈન્ય સહાય અટકાવી દીધી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની કાર્યવાહીમાં સહયોગ પૂરો પાડવા બદલ પાકિસ્તાને કરેલા ખર્ચને સરભર કરવા આ સહાય અપાય છે.

પેન્ટાગોનના પ્રવક્તા એડમ સ્ટંપે જણાવ્યું હતું કે અમેરિકાના સરંક્ષણપ્રધાન કાર્ટરે પાકિસ્તાને નાણાકીય વર્ષ 2015માં રાષ્ટ્રીય સુરક્ષા પ્રાધિકાર કાયદા હેઠળ યોગ્ય પગલાં લીધા છે, તેવું પ્રમાણપત્ર આપ્યું ન હોવાથી પાકિસ્તાનને 30 કરોડ ડોલર આપી શકાય તેમ નથી.

એલાયન્સ આસિસ્ટન્સ ફંડમાંથી પાકિસ્તાનને નાણાકીય વર્ષ 2015માં કુલ એક અબજ ડોલર આપવામાં આવનાર છે. અત્યાર સુધી પાકિસ્તાનને 70 કરોડ ડોલર મળ્યા છે.

પેન્ટાગોનના પ્રવક્તા એડમ સ્ટંપે જણાવ્યું હતું કે સરંક્ષણ પ્રધાનના નિર્ણય પછી પાકિસ્તાનને આ રકમ આપી શકાય તેમ નથી. મીડિયા અહેવાલ મુજબ આ ઘટના પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં પીછેહઠ સમાન છે. જોકે કાર્ટરે જણાવ્યું હતું કે ઉત્તર વજિરિસ્તાન અને ફેડરલ એડમિનિસ્ટ્રર્ડ ટ્રાઈબલ એરિયા (એફએટીએ)માં પાકિસ્તાનની કાર્યવાહીથી તેઓ ખુશ છે. પાકિસ્તાનના આ પ્રયાસોને લીધે જ આતંકવાદી સંગઠનો દ્વારા આ વિસ્તારના ઉપયોગમાં ઘટાડો થયો છે.

સ્ટંપે જણાવ્યું હતું કે પાકિસ્તાન સીએસએફ ચુકવણી હેઠળ સૌથી મોટો લાભકર્તા છે. વર્ષ 2002થી તેને લગભગ 12 અબજ ડોલર મળ્યા છે. જોકે પ્રથમવાર જ સરંક્ષણપ્રધાનના પ્રમાણપત્રની જરૂરિયાત ઉદભવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો