usa myrtle beach bird flying with a large fish internet video viral
  • Home
  • Featured
  • ભયંકર પક્ષી શાર્કને પંજામાં લઈ ઉડી ગયું, VIDEO જોઈને 15 કરોડ લોકોની આંખો પહોળી રહી ગઈ!

ભયંકર પક્ષી શાર્કને પંજામાં લઈ ઉડી ગયું, VIDEO જોઈને 15 કરોડ લોકોની આંખો પહોળી રહી ગઈ!

 | 4:40 pm IST

2020માં આપણે જોયેલી વિચિત્ર વસ્તુઓની જો યાદી કરવા બેસીએ તો ઘણી લાંબી થાય એમ છે. તેમાંથી એક વીડિયો આ પક્ષી અને શાર્કનો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ પક્ષીએ તેના પંજામાં એક નાની શાર્કને પકડી છે અને તે હવામાં ઉડી રહ્યું છે. આ વીડિયો યુએસએના મર્ટલ બીચનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિકારી પક્ષી તેના પંજા પર લટકાતી માછલી સાથે બીચ પર ઉડી રહ્યું છે. આ જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

ફેસબુક પર કેલી બર્બેજે આ અસામાન્ય દ્રશ્ય કેદ કર્યું હતું. વીડિયો શેર કરતાં બર્બેજે લખ્યું, ‘ગરુડ? કોન્ડોર? મર્ટલ બીચ પર શાર્કને પકડી. આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 15 કરોડ વ્યૂ સુધી પહોંચી ગયો છે.

ટ્વિટર એકાઉન્ટ ‘ટ્રેકિંગ શાર્ક્સ’ એ વીડિઓ ફરીથી પોસ્ટ કરી અને પક્ષી તેમજ માછલીને ઓળખવામાં લોકોની મદદ માંગી. વીડિયોમાં જોઈ શકાય છે કે, માછલી પક્ષીની પકડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયો પોસ્ટ કરતા ટ્રેકિંગ શાર્કસએ કેપ્શનમાં લખ્યું છે કે ‘શું તમે જાણો છે કે આ કયા પ્રકારનું પક્ષી છે અને શું તેણે શાર્ક પકડી છે?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન