China Says Use Medicine Made From Gall of The Bear Against Corona
  • Home
  • Corona live
  • ચીને કોરોનાનો ઉપચાર જણાવ્યો, આ પ્રાણીનાં પિત્તથી બનેલી દવાનો ઉપયોગ કરવા કહ્યું

ચીને કોરોનાનો ઉપચાર જણાવ્યો, આ પ્રાણીનાં પિત્તથી બનેલી દવાનો ઉપયોગ કરવા કહ્યું

 | 6:52 pm IST

ચીનની સરકાર હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહે છે. આ સમયે જ્યારે દુનિયા કોરોના વાયરસનાં સંકટનો સામનો કરી રહી છે ત્યારે તેની એક સલાહથી દુનિયાભરનાં લોકો નારાજ છે. ચીનની સરકારે પોતાના ડૉક્ટરોને એવી દવાનો ઉપયોગ કરવવા કહ્યું છે જે જંગલી જાનવરોનાં અંગોમાંથી બની છે.

જીવ-જંતુઓ માટે કામ કરનારા કાર્યકર્તાઓએ વિરોધ શરુ કર્યો

આ દવાઓમાં એક દવા એવી પણ છે જેમાં જંગલી રીંછનાં પિત્તાશયમાં જોવા મળતો તરલ પ્રદાર્થ પણ સામેલ છે. આ ઉપરાંત બકરીનાં શિંગડા અને ત્રણ પ્રકારનાં છોડ પણ સામેલ છે. આ પારંપારિક દવા કોરોનાની સારવારમાં મદદગાર સાબિત થશે. ચીનની સરકારની આ સલાહ બાદ આંતરરાષ્ટ્રિય સ્તર પર જીવ-જંતુઓ માટે કામ કરનારા કાર્યકર્તાઓએ વિરોધ શરુ કરી દીધો છે.

રીંછનાં પિત્તમાંથી બનાવવામાં આવે છે દવા

તેમણે ચીનનાં આ નિર્ણયને નિરાશાજનક અને દુ:ખદ ગણાવ્યો છે. ચીનનાં નેશનલ હેલ્થ કમિશને ગંભીર રીતથી બીમાર દર્દીઓને આ દવા આપવાની ભલામણ કરી છે. નેશનલ જિયોગ્રાફિક અને ધ ઇન્ડિપેંડન્ટ વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ચીનમાં જોવા મળતા રીંછનાં પિત્તાશયમાંથી પિત્ત નીકાળવામાં આવે છે અને તેમાંથી દવા બનાવવામાં આવે છે.

ચીન અને વિયતનામમાં 12 હજાર રીંછને ફાર્મમાં રાખવામાં આવે છે

ચીન અને વિયતનામમાં લગભગ 12 હજાર રીંછને ફાર્મમાં રાખવામાં આવે છે. ચીનમાં જીવતા જાનવરોને ખાવાની અને તેમાંથી દવા બનાવવાની પરંપરા હજારો વર્ષ જુની છે. ઉલ્લેખનીય છે કે ચીનનાં પરંપરાગત દવા ઉદ્યોગમાં માન્યતા છે કે જાનવરોનાં શરીરનાં ભાગોમાં હીલિંગ પાવર હોય છે. આ કારણે જંગલી જાનવરોનાં શરીરનાં વિભિન્ન અંગોનો ઉપયોગ દવા બનાવવામાં અને ખાવામાં કરવામાં આવે છે.

54 પ્રકારનાં જીવ-જંતુઓને ખાવાની પરવાનગી

ચીનની સરકારે 54 પ્રકારનાં જંગલી જીવ-જંતુઓનાં ફાર્મ ઉભા કરવા અને તેમને ખાવાની પરવાનગી આપી છે. આમાં શાહમૃગ, હૈમસ્ટર, કાચબા અને મગર પણ સામેલ છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો કોરોના વાયરસ ચામાચિડીયા, સાપ, પૈંગોલિન અથવા કોઈ અન્ય જાનવરમાંથી ઉત્પન્ન થયો છે. ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ પણ જન્યુઆરીમાં કહ્યું હતુ કે કોરોના વાયરસ વુહાનનાં એક બજારથી જાનવરોમાંથી નીકળીને માણસોમાં આવ્યો.

આ વિડીયો પણ જુઓ: નિઝામુદ્દીન મરકજથી અમદાવાદ આવેલા 29 લોકો નજરકેદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન