Use the old Bangle to create a new beautiful wall hanging
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જૂની બંગડીનો ઉપયોગ કરીને અવનવા સુંદર વોલ હેંગિંગ બનાવી યુનિક રીતે કરો ઉપયોગ

જૂની બંગડીનો ઉપયોગ કરીને અવનવા સુંદર વોલ હેંગિંગ બનાવી યુનિક રીતે કરો ઉપયોગ

 | 7:50 am IST
  • Share

બંગડીઓ પહેરવી દરેક સ્ત્રીને પસંદ હોય છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ ટ્રેડિશનલ લુકમાં હોય ત્યારે પોતાના લુકને કમ્પ્લિટ કરવા માટે બંગડીઓ તો જરૂરથી પહેરે છે. જોકે ઘણી વખત બંગડીઓ જૂની થઈ જતા અથવા બંગડીઓ પહેરતી વખતે તૂટી જતા આખો સેટ નકામો થઈ જાય છે અને પછી પહેરવાનું મન થતું નથી. આવી બંગડીઓ સ્ત્રીઓ પોતાના બેંગલ બોક્સમાં એમ જ મૂકી રાખે છે. આવી બંગડીઓને ફરી ઉપયોગમાં લઈ ઘરને શણગારવાના ઉપયોગમાં લઈ શકાય છે.

બંગડીથી સજાવો ઘરને :

જૂની બંગડીનો ઉપયોગ કરીને અવનવા સુંદર વોલ હેંગિંગ બનાવી શકો છો. અથવા તેને ક્રિએટિવ રીતે ફોટો ફ્રેમ કરીને ઘરની દીવાલોને યુનિક રીતે સજાવી શકો છો. આ રીતે ઘરના અલગ અલગ ખૂણાને સજાવવા માટે તમારી જૂની બંગડીનો ઉપયોગ કરી શકો છો.

લેમ્પને આપો ન્યૂ લુક :

રાતના સમયે આછા પ્રકાશ માટે નાઈટ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેમ્પની મદદથી તમે રૂમને વાઈબ્રન્ટ લુક આપવા માંગતા હોવ તો જૂની બંગડીઓનો ઉપયોગ કરીને તમારી ઈચ્છા પૂરી કરી શકો છો. આ માટે અલગ અલગ રંગની બંગડીઓના ટુકડા તેમજ બંગડી પરના લેસ વર્કને ગુંદરની મદદથી લેમ્પના ફરતે ચોંટાડો. આખા લેમ્પમાં બંગડીઓના ટુકડા ચોંટાડયા બાદ જ્યારે તમે લેમ્પ ચાલુ કરશો ત્યારે તમારો નાઈટ લેમ્પ ખૂબ જ સુંદર લાગશે.

ઘરને કરો ઓર્ગેનાઈઝ :

જૂની બંગડીઓનો ઉપયોગ ઘરને ઓર્ગેનાઈઝ કરવામાં ઘણી મદદ રહે છે. ગરમીમાં ફેસ કવર કે માથાને કવર કરવા માટે જ્યારે સ્કાર્ફની જરૂર પડે છે ત્યારે આખો વોર્ડરોબ ફેંદવો પડે છે. તેવામાં તમે જૂની બંગડીઓને હેંગર ઉપર ચોંટાડો. આ રીતે તમે એક જ હેંગરમાં એક કરતાં વધારે સ્કાર્ફને સરળતાથી લટકાવી શકો છો. આ ઉપરાંત તમે જૂની બંગડીઓનો એક્સેસરીઝ ઓર્ગેનાઈઝર તરીકે પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

કેન્ડલ હોલ્ડર :

બંગડીમાંથી કેન્ડલ હોલ્ડર બનાવવા માટે બંગડીઓને એક ઉપર એક રાખો અને ચોંટાડો અને તે પછી તળિયે જાડા લાકડાને ગોળાકાર કાપીને ચોંટાડો, તૈયાર છે તમારું કેન્ડલ હોલ્ડર.

હોમ ટિપ્સ : તૃષા દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન