નાની રાઈના દાણા જેવી આ કિચન ટિપ્સ તમને આપશે પર્વત જેવા ફાયદા - Sandesh
 • Home
 • Lifestyle
 • નાની રાઈના દાણા જેવી આ કિચન ટિપ્સ તમને આપશે પર્વત જેવા ફાયદા

નાની રાઈના દાણા જેવી આ કિચન ટિપ્સ તમને આપશે પર્વત જેવા ફાયદા

 | 12:40 pm IST
 • Share

આજે ફરી એક વખત અમે તમારી માટે સ્માર્ટ કિચન ક્વિન બનવા માટેની હોમ કેર ટિપ્સ લઈને આવ્યા છીએ. રસોડામાં જ રહેલી નાની-નાની વસ્તુઓ ઘણી વખત મોટા કામમાં આવી જતી હોય છે. આ નાની રાઈના દાણા જેવી કિચન ટિપ્સ તમને પર્વત જેવા ફાયદા ચોક્કસથી આપશે.

 • દરવાજો ખોલ-બંધ કરતી વખતે અથવા તો હીંચકાનાં કડામાં કિચૂડ-કિચૂડ અવાજ થતો હોય તો પેટ્રોલિયમ જેલી લગાવો. અવાજ બંધ થઈ જશે.
 • ગરમ પાણીમાં મીઠું નાખવાથી પાણી વધારે સમય સુધી ગરમ રહે છે.
 • વડા, ભજિયા વગેરેને નરમ બનાવવા માટે દાળ અથવા ચણાના લોટને ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એ પાણીમાં જરાક નાખવાથી ઉપર આવીને તરવા ન લાગે. કઢી બનાવતી વખતે પણ ચણાના લોટને આ રીતે ફીણવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.
 • થર્મોસમાંથી દુર્ગંધ આવતી હોય તો છાશમાં મીઠું મિક્સ કરી એ મિશ્રણથી થર્મોસ સાફ કરો.
 • જો ભાત વધી પડે તો એમાં દહીં, મીઠું, મીઠો લીમડો નાખીને ઘી અને રાઈનો વઘાર કરો. પછી એમાં મનપસંદ શાકભાજી મેળવીને ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે.
 • લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.
 • છરીના વાગેલા ઘા પર રૂ બાળીને દબાવી દેવાથી લોહી તરત બંધ થઈ જશે.
 • વાટેલાં લાલ મરચામાં થોડું મીઠું નાખી રાખવાથી જીવાત નથી પડતી.
 • દહીં બહુ ખાટું થઈ ગયું હોય તો ઉપયોગ કરતાં પહેલાં એને કોઈ પાતળા કપડામાં બાંધીને લટકાવી દો. એમાંનું બધું પાણી નીતરી જાય એટલે કોઈ વાસણમાં કાઢીને એમાં થોડું દૂધ ભેળવી દો. દહીં ફરી તાજું થઈ જશે.
 • બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો. એનાથી બટાટા બાફ્યા પછી ફાટી નહીં જાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો