utpatti Ekadashi which destroys all sins
  • Home
  • Astro
  • સમસ્ત પાપો નષ્ટ કરનારી ઉત્પત્તિ એકાદશી

સમસ્ત પાપો નષ્ટ કરનારી ઉત્પત્તિ એકાદશી

 | 8:09 am IST
  • Share

 અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ઉત્પત્તિ એકાદશીનું માહાત્મ્ય તથા વ્રતવિધિ વિશે પૂછયું હતું. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે અર્જુન! ભાવિક વૈષ્ણવો જો આ એકાદશી વ્રતનું એકાગ્રતાપૂર્વક શ્રાવણ કરે તો તેઓ આ લોકમાં અનેક સુખવૈભવ ભોગવીને અંત સમયે સ્વર્ગલોકને પામે છે

આ દિવસે પ્રાતઃકાળે ઊઠીને શૌચવિધિથી પરવારી જળાશયે જઈ સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પહેલાં શરીર પરમૃત્તિકા મંત્રનો ઉચ્ચાર કરી માટી ચોળવી જોઈએ. આ મંત્ર આ પ્રમાણે છે

અશ્વકાન્તે રથકાન્તે વિષ્ણુકાન્તે વસુંધરે  

ઉધતાષિ વરાહેણ કૃષ્ણે સતબાહુન

મૃત્તિકે હર મે પાપ મન્મયા પૂર્વસંચિતમ્ ।।‘ 

વ્રતધારીએ સ્નાન કર્યા પછી દુરાચારી વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં. જાણ્યેઅજાણ્યે તેની સાથે વાર્તાલાપ થઈ જાય, તો સૂર્યનારાયણનાં દર્શન કરી લેવાં. સ્નાનથી પરવારી સુગંધિત ધૂપ, ઘીનો દીવો અને નૈવેદ્ય ધરાવી અર્ચનપૂજન કરવું. આ દિવસે નિદ્રા અને સમાગમનો રાત્રિ દરમિયાન ત્યાગ કરવો. ભજનકીર્તન અને સત્સંગ વગેરે શુભ કાર્યોમાં રાત પસાર કરવી. વૈષ્ણવો માટે બંને એકાદશીઓ સુદ અને વદની સમાન હોઈ કોઈ પ્રકારનો ભેદ ન માનવો

ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી શંખોદ્વાર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્યપ્રાપ્તિ થાય છે તેનાથી સોળ ગણું વધારે પુણ્ય મળે છે. દાનદક્ષિણા આપવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેનાથી સોળ ગણું પુણ્ય વ્રતીને મળે છે

અન્નદાન જેવું અન્ય કોઈ પુણ્ય નથી. અન્નદાન કરવાથી સ્વર્ગમાં પિતૃઓને એક પ્રકારની તૃપ્તિ મળે છે. ‘જો આપીએ ટુકડો તો ભગવાન આવે ઢુંકડોઆમ, અન્નદાનનો મહિમા અવર્ણનીય છે

એકટાણું કરનારને નિર્જળા વ્રત કરતાં અર્ધું પુણ્ય મળે છે. આ વ્રત કરનારને દાન, તપ, યજ્ઞ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રતીએ અન્નને વર્જ્ય ગણવું. આ એકાદશીનું ફળ સહસ્ત્ર યજ્ઞો કરતાં પણ વધારે છે

હે અર્જુન! એકાદશીની ઉત્પત્તિ કથા તો મેં તને કહી સંભળાવી છે. આ વ્રતનું ફળ અન્ય તીર્થોનાં ફળથી પણ વધારે છે. સર્વ વ્રતોનાં ફળ કરતાં ઉત્પત્તિ એકાદશીનું ફળ સર્વશ્રોષ્ઠ છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમના શત્રુઓનો હું સંહાર કરું છું અને એ પ્રકારે પણ હું તેમનો ઉદ્ધાર કરું છું. આ એકાદશી માહાત્મ્યનું જે વાચન કે શ્રાવણ કરે છે તેને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે, તેનાં પાપો નષ્ટ થાય છે. ઉત્પત્તિ એકાદશીના વ્રત જેવું અન્ય કોઈ અનુપમ વ્રત નથી. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું કે નિર્માણ થવું તે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા અને દેવો તથા ભાવિક ભક્તોનું ભલું કરવા એકસ્ત્રી શક્તિની ઉત્પત્તિ કરી અને તેનુંએકાદશીનામકરણ રાખ્યું હતું. આ દિવ્ય શક્તિએ સૌનું રક્ષણ કર્યું હતું.’ 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો