uttar pradesh kannauj family member cook and ate weed as a fenugreek
  • Home
  • Featured
  • દુકાનદારની હરકત: સુકી મેથીની જગ્યાએ આપી દીધો ગાંજો, પરિવારના 6 લોકો શાક ખાઈને સીધા જ…

દુકાનદારની હરકત: સુકી મેથીની જગ્યાએ આપી દીધો ગાંજો, પરિવારના 6 લોકો શાક ખાઈને સીધા જ…

 | 3:03 pm IST

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક ઘટના સામે આવી છે. જે સાંભળીને બધાને આશ્ચર્ય થયું છે. અહીં શાકભાજી વેચનારની હરકતના કારણે એક જ પરિવારના છ લોકોના જીવ દાવ પર લાગી ગયા છે. શાકભાજી વેચનારે સુકી મેથી તરીકે પરિવારને ગાંજો આપી દીધો. આ પછી ઘરના લોકોએ ગાંજાને જ મેથી સમજીને તેનું શાક બનાવ્યું. શાક ખાવાથી પરિવારના તમામ સભ્યોની હાલત કફોડી બની ગઈ હતી. અચાનક તબિયત બગડતાં પરિવારનાં સભ્યોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.

પરિવારના લોકોને ખબર પણ ન પડી કે શાકભાજીમાં કંઈક લોચો છે. આ કેસમાં તપાસ કરતાં પોલીસે શાકભાજી વેચતા શખ્સને કબજામાં લીધો છે. કન્નૌજ જિલ્લાના સદર કોટવાલી વિસ્તારના મિયાગંજ ગામમાં શાકભાજી વેચતા વડીલે ગામમાં રહેતા ઓમપ્રકાશના પુત્ર નિતેશને સુકી મેથીનું રહીને ગાંજો આપી દીધો હતો.

ઘરે આવ્યા પછી નિતેશે તેની ભાભીને મેથી આપીને શાક બનાવવાનું કહ્યું. પરિવારે સાંજે આ શાક ખાધું હતું. શાક ખાધા પછી તરત જ તમામ લોકોની હાલત કફોડી બની અને લોકો બેભાન થઈ ગયા. માહિતી મળતાની સાથે જ પોલીસ આવી પહોંચી હતી અને પરિવારના સભ્યોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાથે જ ઘરમાં વધેલા ગાંજાને પણ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન