Vaccine will be given to disabled people at home: Goverment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે જઈને આપવામાં આવશે વેક્સિન

દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે જઈને આપવામાં આવશે વેક્સિન

 | 6:27 pm IST
  • Share

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે, દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે. નીતિ આયોગ-સ્વાસ્થ્યના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે, મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાના સંબંધમાં એડવાયઝરી જારી કરવામાં આવી છે.

દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે ઘરે જઈને ટેસ્ટ કરવા અને વેક્સિન આપવાના સંબંધમાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. જેમા દિવ્યાંગો અને અશક્ત લોકોના ઘરે જઈને અથવા નજીકના કેદ્રમાં વેક્સિન આપવાની વ્યવસ્થા કરવાની વાત કહેવામાં આવી છે.

જ્યારે બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે માહિતી આપી કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31 હજાર કેસ સામે આવ્યા છે. જેમાથી મોટા ભાગના કેરળ અને મહારાષ્ટમાંથી છે. ગયા સપ્તાહેથી કુલ કેસમાંથી 62.73 ટકા એકલા કેરળમાંથી આવ્યા છે.

રાજેશ ભૂષણે કહ્યું કે, જો કે રાહતની વાત એ છે કે, સંક્રમણના કુલ કેસમાં ઘટાડો આવ્યો છે. સતત 12માં સપ્તાહે સાપ્તાહિત સંક્રમણ રેટમાં ઘટાડો આવ્યો છે અને આ 3 ટકાથી ઓછો છે, જ્યારે રિકવરી રેટ 97.8 ટકા છે.

તેમણે કહ્યું કે દેશની પુખ્ત વસ્તીના 66 ટકા લોકોને ઓછામાં ઓછો એક રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, 23 ટકાને બંને રસીઓ મળી છે. તેમણે કહ્યું કે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100% રસીકરણ કરવામાં આવ્યું છે. જેમા લક્ષદ્વીપ, ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આરોગ્ય સચિવે કહ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેતી રાખવી જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો