Vadodara bootlegger and police Hafta vasooli video viral
  • Home
  • Gujarat
  • વડોદરા પોલીસની બુટલેગર પાસે હપ્તા વસૂલી, વીડિયો વાયરલ

વડોદરા પોલીસની બુટલેગર પાસે હપ્તા વસૂલી, વીડિયો વાયરલ

 | 7:28 pm IST
  • Share

  • પોલીસને હપ્તા આપો અને બેરોકટોક દારૂનો વેપલો કરો

  • મહિલા બુટલેગર પાસેથી પૈસા પડાવતા પોલીસનો સ્થાનિકોએ ઉતાર્યો વીડિયો

  • મકરપુરા પોલીસ સ્ટેશનના 3 કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. પોલીસના કેટલાક ભ્રષ્ટ લાંચીયા અધિકારીઓના કારણે દારૂબંધીનો કડક અમલ થઈ શકતો નથી. પોલીસના લાંચીયા ઑફિસરો બુટલેગરો પાસેથી હપ્તા વસૂલી કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી ચૂક્યા છે, ત્યારે વડોદરામાં આજે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના દંતેશ્વર ગામમાં રહેતા બુટલેગર પરિવાર પાસે દારૂનો બેરોકટોક ધંધો શરૂ કરવા માટે મકરપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોએ હપ્તો વસૂલ્યો હતો. બૂટલેગર પાસેથી મકરપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો હપ્તા લેતા હોય તેવો વીડિયો સ્થાનિકોએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાંખ્યો હતો.

વડોદરામાં પોલીસને શર્મશાર કરતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ACPને તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ ડી સ્ટાફના ત્રણ કોન્સ્ટેબલો વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, ગત સોમવારે જ સ્ટેટ વિજિલન્સ સ્ક્વૉડે માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આટલાદરા બીલ કેનાલ રોડ પર આવેલા વીએમ પ્લાઝા શૉપિંગ સેન્ટરમાં દરોડો પાડીને ગોડાઉન ઝડપી પાડ્યું હતું. વિજિલન્સની ટીમે ગોડાઉન અને ટેમ્પામાંથી રૂપિયા 26 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હાલ આ કેસની તપાસ મકરપુરા PI કરી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો