Vadodara High Profile Case victim family alleged Oasis sanstha
  • Home
  • Gujarat
  • ‘વૅક્સિન ગ્રાઉન્ડમાં આરોપીઓનો ઈરાદો દુષ્કર્મનો નહીં હત્યાનો જ હતો’

‘વૅક્સિન ગ્રાઉન્ડમાં આરોપીઓનો ઈરાદો દુષ્કર્મનો નહીં હત્યાનો જ હતો’

 | 5:09 pm IST
  • Share

  • વડોદરા ગેંગરેપ કેસમાં પીડિતાના પિતાનો ખુલાસો

  • મારી દીકરી ઓએસિસ સંસ્થામાં કંઈક ખોટું જોઈ ગઈ હોવાથી જીવ ગુમાવ્યો

  • અમારી દીકરીને બ્લેકમેઈલ કરાઈ હશે

વડોદરામાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસને ચકરાવે ચઢાવી છે. ચકચારી ઘટનાને આજે એક મહિના ઉપર વીતી ગયો છે. આમ છતાં પોલીસને આ કેસમાં હજુ સુધી કોઇ કડી મળી નથી, ત્યારે ન્યાયની અપેક્ષા સાથે પીડિતાનો પરિવાર ગૃહમંત્રીને રજૂઆત કરવા સુરત આવ્યો હતો. જ્યાં તેઓએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.

વડોદરાની યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ પીડિતાની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી ગુજરાત કવિનની બોગ્ગી માંથી મળી આવી હતી. પીડિતાનાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, શ્વાસ રુંધાવાના કારણે પીડિતાનું મોત નીપજ્યું છે.

રેલવે પોલીસ અને SITની તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. પીડિતાની સાયકલ મળી ગઈ છે,પરંતુ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં આવ્યા હોવાથી પીડિતાના પરિવારે સર્કિટ હાઉસમાં તેમની સાથે મુલાકાત કરીને ન્યાય માટે રજૂઆત કરી હતી. પીડિતાના પરિવારનું કહેવું છે કે, જધન્ય કૃત્યને એક મહિનો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો નથી. બીજી તરફ સંસ્થાના સામે પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જો કે હર્ષ સંઘવીએ એમને ફરી એક વખત આશ્વાસન આપ્યું છે કે, તમારી દીકરીને ન્યાય મળશે.

જે બાદ મૃતક યુવતીના માતા-પિતાએ વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર આરોપીઓનો મુખ્ય ઇરાદો દુષ્કર્મનો નહિ પણ મર્ડરનો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. , અમારી દીકરી ઓએસિસ સંસ્થામાં ચાલતું કંઇક ખોટું જોઇ ગઇ હશે. આથી જ તેને મારી નાંખવાનો ઇરાદો હશે એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડ પાસે ગુજરાત ક્વીન ટ્રેનમાં નવસારીની યુવતીની ભેદી રીતે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ચકચારી ઘટનામાં પોલીસ ગોથા ખાઇ રહી છે. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તે ઓએસિસ સંસ્થા સામે ઘટનાને લઇ આક્ષેપો થઇ રહ્યા છે.

મૃતકની માતાએ જણાવ્યું કે, અમને સંસ્થા તરફ જ શંકા છે. આ સંસ્થા સામે કડક કાર્યવાહી થવી જોઇએ. ઘટનાને મહિનો થઇ ગયો છે, અમે ન્યાય માટે ઠેકઠેકાણે ધરમધક્કા ખાઇ રહ્યા છે છતાં હજુ સુધી કોઇ અપડેટ મળ્યા નથી. અમારી દીકરી આત્મહત્યા કરે એવી છે જ નહિ. તેને બ્લેકમેઇલ કરાઇ હશે અથવા તો માતા-પિતાને મારી નાંખવાની ધમકી અપાઇ હશે. જેના કારણે જ તેણે આ પગલું ભર્યું હશે એવું તેમણે ઉમેર્યુ હતું.

મૃતક ના માતા પિતા પણ ન્યાય માટે દરદર ભટકી રહ્યા છે. વેક્સિન ગ્રાઉન્ડ પર બનેલી દુષ્કર્મની ઘટના તો સેકન્ડરી હતી, અમને મળેલા અપડેટ પ્રમાણે આરોપીઓનો મુખ્ય ઇરાદો તો મર્ડરનો હતો. દીકરી જે ઓએસીસ સંસ્થામાં કામ કરતી હતી તેના અનેક વિવાદો બહાર આવ્યા છે. દીકરી સંસ્થાનું કંઇક ખોટું જોઇ ગઇ હશે એટલે તેને મારી નાંખવાનો ઇરાદો હશે એવું લાગે છે. મારી દીકરીએ સંસ્થાની કોઇ પ્રવૃત્તિનો વિરોધ કર્યો હશે એટલે તેને જાન ગુમાવવો પડ્યો હશે આ ચોકવનારા નિવદને ફરી એક વાર પોલીસ તપાસને શંકાના દાયરામાં લાવીને મૂકી દીધી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો