Vadodara In Sayaji Hospital servant attacked the staff brothers after they had a drink
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • સયાજી હોસ્પિટલમાં દારૂની મહેફિલો ફરી શરૂ, થયો મોટો કાંડ, સર્વન્ટે સ્ટાફ બ્રધર્સ પર હુમલો કર્યો, ખુરશીઓ તોડી

સયાજી હોસ્પિટલમાં દારૂની મહેફિલો ફરી શરૂ, થયો મોટો કાંડ, સર્વન્ટે સ્ટાફ બ્રધર્સ પર હુમલો કર્યો, ખુરશીઓ તોડી

 | 9:33 am IST
  • Share

સયાજી હોસ્પિટલમા માંડ માંડ દારૂની મહેફિલો બંધ કરાવવામાં આવી ત્યાં તો કોવિડની શરૂઆત થઈ ગઈ. જેને કારણે આ ઘટના દબાઈ ગઈ હતી. તેવામા કોવિડને કારણે ફરીવાર આ મહેફિલો શરૂ થઈ ગઈ હોવાનુ વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવ્યુ હતુ. આ મહેફિલો કોવિડ બિલ્ડીંગના એક્સ રે વિભાગ પાસે યોજાય છે. ઉપરાંત એક દિવસ અગાઉ મહેફિલ માણ્યા પછી દારૂના નશામા ચૂર સર્વન્ટે સ્ટાફ બ્રધર પર હુમલો કર્યો હોવાનુ તથા ખુરશીઓ પણ તોડી નાખી હોવાનુ સુત્રોએ ઉમેર્યુ હતુ.

સયાજી હોસ્પિટલમા ટ્રોમા સેન્ટરના એટલે કે કોવિડ બિલ્ડીંગના ટ્રાયેજ પાસે આવેલા એક્સ રે રૂમ પાસે પહેલાની જેમ મોડી રાત્રે દારૂની મહેફિલો યોજાવાનુ શરૂ ગયુ છે. એક દિવસ અગાઉ એક્સરે વિભાગ પાસે સર્વન્ટો દારૂ પીને પહોંચ્યા હતા. જ્યાં હાજર સિક્યુરીટી ગાર્ડ સાથે પણ તેઓએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ ડેડબોડી ડિસ્પોઝલ કમિટીના બ્રધર સાથે પણ આ સર્વન્ટોએ ખુરશી બાબતે ઝઘડો કરતા સ્થળ પર હાજર ખુરશીઓ તોડી નાખી હતી.

અગાઉ પણ આ સર્વન્ટે ડાયેટ વાનના ડ્રાયવર, સર્જીકલ વિભાગના ડોક્ટર તથા સર્જીકલ વિભાગના એક્સ રે રૃમમા પણ દારૂ પીને ધમાલ કરી હતી. તે સમયે તેને સસ્પેન્ડ કરી દેવામા આવ્યો હતો. તેમ છત્તા પણ કોન્ટ્રાક્ટર દ્વારા તેને ફરીથી ડયુટી પર સુપરિટેન્ડન્ટની જાણ બહાર મુકી દેવામાં આવ્યો છે. વધુ એક વાર આજ સર્વન્ટે દારૂ પીને ધમાલ કરી છે ત્યારે હવે કોન્ટ્રાક્ટર દ્વારા શુ પગલા લેવામાં આવશે તે જોવાનુ રહ્યુ. કે પછી હરહંમેશની જેમ ઘટના ઉપર ઢાંકપિછોડો કરવામાં આવશે?

એક્સ -રે ટેકનિશિયન પણ મહેફિલમા સામેલ?

ટ્રોમા સેન્ટરમા એક્સ રે ટેકનિશિયન પણ આ મહેફિલમા સામેલ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ ટેકનિશિયન દ્વારા દર્દીઓ તથા સગાઓ પાસેથી જબરજસ્તીથી પોતાના જ સ્ટાફના નેગેટિવ વિડીયો બનાવીને તેને મિડીયામા વાયરલ કરવામાં આવી રહ્યા હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ હતુ. વિડીયોમા દેખાનાર દર્દી તથા તેના સગાને જ્યારે વિડીયો બાબતે પુછવામાં આવ્યુ ત્યારે તેમને કબુલ્યુ હતુ કે અમારી પાસેથી જબરજસ્તી બોલાવવામાં આવ્યુ હતુ. એક તરફ મેડિકલ સ્ટાફ રાત-દિવસ દર્દીઓની સેવામા લાગ્યા છે ત્યારે બીજી તરફ આ માથાભારે તત્વો હોસ્પિટલની નેગેટિવ છબી બહાર પાડી રહ્યા છે.

એક્સ રે વિભાગની પાછળથી જ કેમ દારૂની બોટલો પકડાય છે

ભૂતકાળમા હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા જ્યારે હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવી હતી ત્યારે એક્સ રે વિભાગના પાછળના ભાગેથી જ દારૂની ખાલી બોટલો પકડાઈ હતી. આ ઉપરાંત ર્સિજકલ વિભાગના ૨૪ નંબરના એક્સ રે વિભાગની પાછળથી પણ દારૃની બોટલો પકડાઈ હતી. શું એક્સ રે રૂમમા દારૂની મહેફિલો થાય છે કે પછી ત્યાંથી દારૂનો વેપલો કરવામાં આવે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન