Vadodara Karelibagh In Desai family living Arrested 45-year-old former AirHostess
  • Home
  • Featured
  • વડોદરામાં પ્રણયફાગમાં રાચતી એરહોસ્ટેસ વહૂની અંતે ધરપકડ, ફોનમાંથી એવી વસ્તુઓ મળી કે, પોલીસ ચોંકી

વડોદરામાં પ્રણયફાગમાં રાચતી એરહોસ્ટેસ વહૂની અંતે ધરપકડ, ફોનમાંથી એવી વસ્તુઓ મળી કે, પોલીસ ચોંકી

 | 10:17 am IST

કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ તેમની જ 45 વર્ષીય પુત્રવધુ વિરુદ્વ ચારિત્ર્યના ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી. આક્ષેપ મુજબ મહિલાના પુત્રએ પૂર્વ એરહોસ્ટેસ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દંપતિને સંતાનમાં એક 19 વર્ષનો પુત્ર છે. લગભગ બે વર્ષ પહેલા ઘર પાસે રખડતાં કુતરાને વાગતાં લોહી નીકળતું હતું. જેથી તેણે ડોગ કમ્પલેઈનમાં ફોન કર્યો હતો. ડોગ કેર વાન આવીને કુતરાને લઈ ગઈ હતી, તે વખતે પુત્રવધુ અને ડ્રાઈવરે એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. દરમિયાન બંન્ને વચ્ચે વોટસએપ પર ચેટિંગ શરુ થઈ ગયું હતું.

પરીવારના સભ્યો બહારગામ જાય ત્યારે અંકિત નામનો ડોગ વેનનો ડ્રાઈવર ઘરે પણ આવતો હતો અને બંન્ને જણાં બહાર પણ મળતાં હતાં. પુત્રવધુના ત્રાસથી કંટાળીએ સાસુએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આજે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પરણીતાનો મોબાઈલ ફોન તપાસના ભાગરૃપે કબજે લેતાં તેમાંથી બિભત્સ ચેટીંગની સાથે અશ્લિલ ફોટા પણ જોવા મળ્યા હતા. જેને લઈ ખુદ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પરણીતા સાથે પ્રણયફાલ ખેલનાર અંકિત પણ પરણીત છે.

આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરામાં એક સોસાયટીઓમાં રખડતાં કૂતરાઓને જો ઈજાઓ થઈ હોય તો તેમને લેવા માટે આવીને સારવાર કરવા સુધીની સેવા આપતી ડોગ હેલ્પ લાઈનના ડ્રાઈવર સાથે પ્રણયફાગ ખેલતી કારેલીબાગ વિસ્તારના સુશિક્ષીત દેસાઈ પરીવારની પૂર્વ એરહોસ્ટેસ પુત્રવધુનો ભાંડો પરીવારના સભ્યો સામે ફુટી જતાં આખો મામલો કારેલીબાગ પોલીસ સુધી આવ્યો છે.

પૈસા આપો તો છુટાછેડા આપીશ, નહિં તો ઝેરી દવા ગટગટાવીને ખોટા આક્ષેપોવાળા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી પરીણીતાએ પતિ અને વૃધ્ધ સાસુ સસરાને ખોફમાં રાખ્યાં હતાં. પુત્રવધુ તરફથી ગુજારાતો ત્રાસ સહન નહીં થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશને પુત્રવધુ સામે ફરીયાદ નોંધાવવા આવેલા સાસુએ અમે વૃધ્ધ દંપતીનો જીવ જોખમમાં હોવાની પી.આઈ. સમક્ષ દહેશત વ્યકત કરતાં પુત્રવધુ સામે એફ.આઈ.આર. દાખલ કરીને મહિલા પી.એસ.આઈ.ને તપાસ સોંપવામાં આવી છે.

આ કિસ્સામાં સાસુએ પુત્રવધુના ચારીત્ર ઉપર આક્ષેપ કર્યો હોવાથી સાસુ પુત્ર વધુ સહીતના પરીવારના સભ્યોની ઓળખ છતી કરવામાં આવતી નથી. ફરીયાદ નોંધાવનાર સાસુ 72 વર્ષીય છે અને પરીવાર સાથે કારેલીબાગ વિસ્તારમાં રહે છે. તેમના પરીવારમાં પતિ, પુત્ર, પુત્રવધુ અને 19 વર્ષનો પૌત્ર છે. જે શહેરના પશ્ચિમ વિસ્તારની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગના બીજા વર્ષમાં ભણે છે. પુત્રવધુ ઘરકામ કરે છે. પુત્રવધુના લગ્નજીવનને 22 વર્ષ થયાં છે. જે પરીણીતા સામે આક્ષેપ થયાં છે તે પુત્રવધુ હાલમાં ઘરકામ કરે છે પરંતુ પૂર્વે એરહોસ્ટેસ હતી તેમ જાણવા મળે છે.

પુત્રવધુને સ્ટ્રીટ ડોગ પ્રત્યે લગાવ છે. આજથી બે વર્ષ પૂર્વે સોસાયટીના એક સ્ટ્રીટ ડોગને વાગ્યુ હતુ અને લોહી નીકળતું હતું. જેથી તેમણે ડોગ કમ્પલેઈનમાં ફોન કર્યો હતો. ડોગ કેર વાન આવી હતી અને ડોગને લઈ ગઈ હતી પુત્રવધુએ ડ્રાઈવરનો નંબર લઈ રાખ્યો હતો. અને બંન્ને વચ્ચે વોટસએપ પર બિભત્સ ચેટિંગ શરુ થઈ ગયું હતું. પરીવારના સભ્યો બહારગામ જાય ત્યારે અંકિત નામનો ડોગ વેનનો ડ્રાઈવર ઘરે પણ આવતો હતો અને બંન્ને જણાં બહાર પણ મળતાં હતાં.

આ ભાંડો ફૂટી જતાં પુત્રવધુએ પતિને ધમકી આપી હતી કે પૈસા આપો તો છુટાછેડા આપીશ નહીં તો ઝેર ગટગટાવીને તમને ખોટા કેસમાં ફસાવી દઈશ. પુત્ર ઓફીસ જાય એટલે આખો દિવસ ઘરમાં એકલાં રહેતાં વૃધ્ધ સાસુ સસરાને લાગ્યું કે તેમનો જીવ જોખમમાં છે એટલે સાસુએ પોતાની પુત્રવધુ સામે કારેલીબાગ પોલીસમાં એફ.આઈ.આર. નોંધાવી છે.

નવરાત્રીમાં પતિએ નવો મોબાઈલ અપાવ્યો હતો

એફ.આઈ.આર.માં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં નવરાત્રીમાં પુત્રએ પુત્રવધુને નવો મોબાઈલ ફોન લાવી આપ્યો હતો. પુત્રવધુની જાણ બહાર પુત્રએ ફોન ચેક કરતાં ડોગ કેરના નામથી મોબાઈલમાં સેવ કરેલાં અંકિત નામના ડોગ વેનના ડ્રાઈવર સાથે બિભત્સ ચેટિંગ્ઝ હતાં. ત્યારે પરપુરુષ સાથે પ્રેમ સબંધનો શક પાક્કો થયો હતો.

ચારીત્ર ઉપર આક્ષેપની ફરીયાદ પતિએ કેમ ના આપી?

જે પરીણીતાના ચારીત્ર ઉપર ખુદ તેમના સાસુએ આક્ષેપ કર્યા છે તે પરીણીતા ભુતકાળમાં એરહોસ્ટેસ હતી તેમ જાણવા મળે છે. અહિં પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે, જો પરીણીતાના ચારીત્ર ઉપર આક્ષેપની વાત હોય તો પતિએ કેમ ફરીયાદ ના આપી? કેમ સાસુએ ફરીયાદ આપી તેવું કારેલીબાગ પી.આઈ. જાડેજાને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે, હજુ આજે જ ફરીયાદ નોંધાઈ છે તપાસ શરુ કરવામાં આવી છે. પતિનું પણ નિવેદન નોંધાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન