Vanita Gupta has been appointed Associate Attorney General
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વનિતા ગુપ્તાને અમેરિકામાં મળ્યું ઉચ્ચ પદ, આ પદ મેળવનાર પ્રથમ ભારતીય મૂળના નાગરિક

વનિતા ગુપ્તાને અમેરિકામાં મળ્યું ઉચ્ચ પદ, આ પદ મેળવનાર પ્રથમ ભારતીય મૂળના નાગરિક

 | 3:58 pm IST
  • Share

ઓબામાના પ્રશાસન દરમિયાન જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચુકેલ ભારતીય મૂળના વનિતા ગુપ્તાને એસોસિયેટ એટર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક સમયે બુધવારે યુએસ સેનેટમાં તેમના નામ પર મહોર લાગી હતી. તમને જણાવી દઇએ કે વનિતાને આ પદ નિમણૂક થનારા પ્રથમ ભારતીય મૂળના નાગરિક હોવાનું સન્માન પણ મળ્યું છે. રિપોર્ટ અનુસાર, સેનેટમાં વનિતા ગુપ્તાના નામ પર વોટિંગ થયું અને તેમના નામને 51-49ના અંતરે મંજૂરી આપવામાં આવી.

રિપબ્લિકન લિસા મુર્કોવસ્કી(Lisa Murkowski)એ બાઈડેનના ઉમેદવારની તરફેણમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે વનીતા ગુપ્તા ખાનગી રીતે અન્યાય સામે લડવા કટિબદ્ધ છે. મતદાન કરતા પહેલા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે તેમણે ‘ખૂબ કુશળ અને આદરણીય’ ભારતીય મૂળના વકીલ વનિતા ગુપ્તાને નામાંકિત કર્યા છે, જેમણે તેમની સંપૂર્ણ કારકિર્દી જાતિવાદી સમાનતા અને ન્યાય માટે લડતા પસાર કરી છે.

રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું, મેં વનિતા ગુપ્તા અને ક્રિસ્ટન ક્લાર્કને ન્યાય વિભાગમાં બે મહત્વપૂર્ણ હોદ્દા માટે નિયુક્ત કર્યા છે, જે અત્યંત કુશળ અને આદરણીય વકીલો છે અને તેઓએ વંશીય સમાનતા અને ન્યાય માટે લડતા તેમની આખી કારકીર્દી પસાર કરી છે.

યુએસ સેનેટમાં વનિતા ગુપ્તાના નામે મતદાન ગત સપ્તાહે થવાનું હતું પરંતુ રિપબ્લિકન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે વનિતા ગુપ્તાએ તાજેતરમાં રિપબ્લિકનની ટીકા કરી હતી. નોંધનીય છે કે એસોસિયેટ એટર્ની જનરલ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં ત્રીજુ સર્વોચ્ચ પદ હોય છે. આ વિભાગમાં સહયોગી એટર્ની જનરલ તરીકે, વનિતા ગુપ્તા નાગરિક અધિકારના કામ પર નજર રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ વીડિયો પણ જૂઓ: પિંક શૂટ પહેરી ઇરફાન પઠાણે કર્યો ડાન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન