Various funny messages about Uttarayan on social media
  • Home
  • Ahmedabad
  • ઉત્તરાયણની નવી “ગાઇડલાઇન”, બે પતંગો વચ્ચે છ ફુટનું અંતર રાખવું

ઉત્તરાયણની નવી “ગાઇડલાઇન”, બે પતંગો વચ્ચે છ ફુટનું અંતર રાખવું

 | 10:12 am IST
  • Share

  • ઉત્તરાયણને લઈને સોશિયલ મીડિયામાં રમૂજી મેસેજ ફરતાં થયાં

  • અંગૂઠા બચાયે રખના વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા તો 365 દિન હૈ

  •  વિવિધ ફની મેસેજથી સોશિયલ મીડિયા ઉભરાયું

     

ઉત્તરાયણને હવે એક દિવસ બાકી છે. ત્યારે સોશિયલ મીડિયા પર ઉત્તરાયણને લઇને રમુજી ફેલાવતા વિવિધ મેસેજો ફરતાં થઇ ગયા છે. જેમાં એક રમુજી મેસેજમાં તો સરકારની ગાઇડલાઇનમાં જણાવ્યું છે કે આકાશમાં બે પતંગો વચ્ચે છ ફુટનું અંતર રાખવું. દોરી મોઢેથી તોડવી હોય તો પહેલાં મોઠુ સેનેટાઇઝ કરવું સહિતના કડક નિયમો લાદી દેવાયા છે. તેવા વિવિધ ફની મેસેજથી સોશિયલ મીડિયા ઉભરાઇ રહ્યું છે. તો જાણો શું છે આ મેસેજ.

1 : ધાબા પરથી પતંગ ચગાવવાના બદલે રૂમમાં બેસીને વર્ચુયલ ઉતરાયણ મનાવવી.

2: ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં, સરકાર તરફ્થી સ્ટેન્ડ આપવામાં આવશે.

3: ઘર દીઠ એક જ સ્ટેન્ડ મળશે.

4 : દોરી મોઢેથી તોડવી હોય તો પહેલાં મોઢું સેનેટાઈઝ કરવું.

5 : પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં, અને લૂંટવા જ હોય તો PPE kit પહેરીને લૂંટવા.

6: ચીક્કી, મમરાના લાડુ, ઉધીંયુ ના ડબ્બાની સાથે આ વખતે ઉકાળાની બોટલો રાખવી.

7 : પેચ કાપવા પહેલાં પોલીસ પરમીશન લેવી.

8 : અને ખાસ મહત્વનું: આકાશમાં બે પતંગો વચ્ચે છ ફુટનું અંતર રાખવું.

– ‘પ્યારમે ગીરના લેકીન છત પર સે મત ગીરના હડ્ડીયા તુટને પર બહોત દર્દ હોતા હૈ’ : હેપી એન્ડ સેફ ઉતરાયણ

– પુરુષનું પણ પતંગ જેવું છે સાહેબ *કન્યા* સારી બંધાય તો ઉંચી ઉડાન અને ખોટી બંધાય તો ગોળ-ગોળ ફરતો થઇ જાય

– અંગુઠા બચાયે રખના પતંગ તો દો દીન હૈ પર વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા તો 365 દિન હૈ

– હમે તો પતંગને લૂંટા, દોરે મે કહાં દમ થા…જબ પતંગ ઉડાને કા મૌકા મિલા તો વહાં વાયરા કમ થા…

– કુંવારાઓના *પેચ* લાગી જાય અને પરણેલાઓને થોડી *ઢીલ* મળી જાય એવી ઉતરાયણની શુભેચ્છા

– પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે માટે કહું છું કે.. દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.

– વેલેન્ટાઇડ ડે પર કોને પ્રપોઝ કરવું તેની તૈયારી કરવાનો તહેવાર એટલે ઉત્તરાયન.

જુઓ વીડિયો :

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો