vibrant Summit Cancel Due to Corona new variant Says congress
  • Home
  • Gandhinagar
  • ‘વાઇબ્રન્ટ સમિટ સ્થગિત રાખો’- કોંગ્રેસની માંગ પર ભાજપનો પલટવાર

‘વાઇબ્રન્ટ સમિટ સ્થગિત રાખો’- કોંગ્રેસની માંગ પર ભાજપનો પલટવાર

 | 8:03 pm IST
  • Share

  • ‘નમસ્તે ટ્રમ્પ’જેવી ભૂલના કરે સરકાર: અર્જુન મોઢવાડિયા
  • કોંગ્રેસ વિકાસનો વિરોધ કરનારી પાર્ટી: ભાજપ
  • નાગરિકોના સ્વાસ્થ્યને લઈને સરકાર તમામ નિર્ણય કરશે

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા જીવલેણ કોરોના વાઇરસના નવા વેરિએન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે. નવો વેરિએન્ટ ઝડપથી ફેલાતો હોવાથી અનેક દેશો દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. એવામાં આ નવા વેરિએન્ટના પગલે ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટને સ્થગિત કરવાની કોંગ્રેસ નેતાએ માંગ કરી હતી. જેના પર ભાજપે પલટવાર કર્યો છે.

હકીકતમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિએન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટ સ્થગિત કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતાનું કહેવું હતું કે, વાઇબ્રન્ટ સમિટ માટે દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકી દેશોના પ્રતિનિધિને ગુજરાતની ભાજપ સરકારે આમંત્રણ આપ્યું છે. જેના કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી છે.

અગાઉ ‘નમસ્તે ટ્રમ્પ’કાર્યક્રમ યોજીને કોરોના વાઇરસ માટે ગુજરાતના દ્વાર ખોલવામાં આવ્યા આવ્યા હતા. હવે ફરીથી રાજ્યની ભાજપ સરકાર આવી ભૂલ ના કરે. સરકારના ઉત્સવો અને તાયફાઓ કરતાં ગુજરાતના લોકોનું સ્વાસ્થ્ય અને જીવન વધારે મહત્ત્વનું છે.

અર્જુન મોઢવાડિયાની વાઇબ્રન્ટ સમિટ સ્થગિત કરવાની માંગ પર ભાજપે પલટવાર કર્યો છે. આ મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે, કોંગ્રેસ વિકાસનો વિરોધ કરનારી પાર્ટી છે. વાઇબ્રન્ટ સમિટમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.
વાઇબ્રન્ટ સમિટથી નાનામાં નાના માણસને ફાયદો થાય છે.

યમલ વ્યાસે વધુમાં જણાવ્યું કે, ભાજપ કોરોનાની સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યને લઈને સરકાર તમામ નિર્ણય કરશે. કોરોના કાળમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સ્થિતિ વધારે બદતર હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો