Vicky Kaushal and Katrina Kaif's wedding No Mobile Please ...
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં No Mobile Please…

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં No Mobile Please…

 | 7:39 am IST
  • Share

  • વિકી-કેટરીનાના લગ્નની તમામ વાતો રહેશે સિક્રેટ
  • પ્રાઇવસીને કારણે વેન્યૂ પર કોઇ મોબાઇલ નહીં લાવી શકે

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ડિસેમ્બરમાં થવાના છે અને તેમાં શું હશે ક્યા થશે કોણ મહેમાન તરીકે હશે તે તેમના તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. લગ્નની તમામ બાબતો તેઓ સિક્રેટ રાખવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ કપલ તેમના લગ્ન જેવા મહત્ત્વના દિવસે પણ પ્રાઇવસીને પ્રાધાન્ય આપશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન રાજસ્થાનના લક્ઝુરિયસ રિસોર્ટમાં થશે.

આ કપલના નજીકની વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું છે કે, વેડિંગ વેન્યૂ પર કોઈ પણ મહેમાન મોબાઇલ ફોન ન લઈ આવે તે માટે ફરમાન કરવામાં આવ્યું છે. ઇવેન્ટ મેનેજમેન્ટને કહેવામાં આવ્યું છે કે, તેમની સંમતિ વગર એક પણ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થવા જોઈએ. તેઓએ કહ્યું કે આ કપલ તેમની પ્રાઇવસી અને સિક્યુરિટીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે.

સૂત્રના કહેવા અનુસાર આ વેડિંગમાં માત્ર એલિસ્ટ બોલિવૂડ સેલિબ્રિટી અને ઘરના સિલેક્ટિવ મેમ્બર્સ ઉપરાંત કોઈને પણ મોબાઇલ ફોન લાવવાની મનાઈ છે. વેડિંગ ગ્રાઉન્ડ પર ફોન સ્વીચ ઓફ રાખવાની અપીલ દરેકને કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલી વખત નથી કે આ કપલ તેમના લગ્નમાં મોબાઇલ ફોન અલાઉ નથી કરતા પરંતુ પ્રિયંકા અને નિક જોનસે પણ આવું જ કર્યું હતું અને દીપિકા પદુકોણ અને રણવીરસિંહે પણ તેમના મિત્રો અને પરિવારના સભ્યોને પ્રાઇવસી જાળવવા ફોટો લીક ન કરવા રિક્વેસ્ટ કરી હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો