VIDEO: American soldiers with Indian soldiers in Kabaddi Match
  • Home
  • Featured
  • VIDEO: કબડ્ડીમાં ભારતીય સૈનિકો સામે ટકરાયા અમેરિકન સૈનિકો

VIDEO: કબડ્ડીમાં ભારતીય સૈનિકો સામે ટકરાયા અમેરિકન સૈનિકો

 | 5:39 pm IST
  • Share

  • ભારતીય સેન્ય અને અમેરિકન સેના વચ્ચે યુદ્ધ અભ્યાસ
  • અમેરિકાના સૈનિકો સાથે ભારતીય સેનાની કબડ્ડીનો વીડિયો
  •  બંને દેશના સૈનિકોની દ્વિપક્ષિય ટ્રેનિંગ અમેરિકાના અલાસ્કામાં

ભારતીય જવાનો અને અમેરિકાના સૈનિકો વચ્ચે થયેલ કબડ્ડીનો એક મુકાબલો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ખરેખર ભારતીય ફોજના જવાનોનું એક દળ હાલમાં દ્વિપક્ષિય ટ્રેનિંગ એક્સરસાઇઝ માટે અમેરિકાના અલાસ્કામાં છે. અહિંયા અમેરિકન સેનાની અલાસ્કાની ટીમ ઇન્ડિયન આર્મીની મેજબાન કરી રહી છે. યુદ્ધ અભ્યાસ નામની આ એક્સરસાઇઝ 15થી 29 ઓક્ટોબર સુધી જોઇન્ટ બેસ એલમેનડોર્ક રિસર્ડસનમાં ચાલશે. બંને દેશો વચ્ચે આ 17મી એક્સરસાઇઝ છે.

આ દરમિયાન બંને દેશોના સૈનિકો કબડ્ડી, સૉકર, વોલીબોલ જેવા ફ્રેંડલી મેચ રમતા નજર આવી રહ્યા છે. ભારતીય સેનાએ જણાવ્યું કે આમા ચાર મિક્સ ટીમ હતી, જેમા બંને તરફના જવાનો સામેલ હતા.

બંને ટીમો એક-બીજા પાસે તેમની રમતો શીખી રહી છે. જ્યાં ભારતીય સૈનિકોએ અમેરિકન ફુટબોલમાં હાથ અજમાવ્યો, ત્યાં જ અમેરિકાના સૈનિકોએ પણ કબડ્ડીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ વર્ષની યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝમાં ભારતીય સેનાની મદ્રાસ રેજીમેન્ટની 7મી બટાલિયનના 350 સૈનિક સામેલ થયા છે. આ સૈનિક ફર્સ્ટ સ્ક્વોડ્રનના પૈરાટ્રૂપર્સ, 404 કૈવલરી રેજીમેન્ટ, ફોર્થ ઇંફેટ્રી બ્રિગેડ કોમ્બૈટ ટીમ, 25મા ઇંફેટ્રી ડિવિઝનના 300 સૈનિક સાથે સૈન્ય અભ્યાસ કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો